પાપુઆ ન્યુ ગિનીમાં ધરતીકંપના જોરદાર આંચકા, 7.6ની તીવ્રતા સાથે પૃથ્વી ધ્રૂજી

0
40

પૂર્વી પાપુઆ ન્યુ ગિનીમાં રવિવારે સવારે ભૂકંપ આવ્યો હતો. 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. અનેક ઈમારતોને નુકસાન થયાના અહેવાલ છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ પણ સુનામીની ચેતવણી જારી કરી છે. જો કે, એજન્સીએ પાછળથી કહ્યું કે ખતરો ટળી ગયો.

ભૂકંપના કારણે પાપુઆ ન્યુ ગિનીના કેટલાક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાયો અને ઈમારતોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપના આંચકા એપી સેન્ટરથી લગભગ 300 માઈલ (480 કિલોમીટર) દૂર અનુભવાયા હતા.

પૂર્વીય હાઇલેન્ડ શહેર ગોરોકામાં યુનિવર્સિટીને થયેલા નુકસાનના ફોટા અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. ભૂકંપના કેન્દ્રની નજીક આવેલા મડાંગમાં સ્થાનિકોએ એએફપીને જણાવ્યું હતું કે ભૂકંપ અગાઉના અહેવાલ કરતાં ઘણો વધુ મજબૂત હતો. મડાંગ નજીક જૈસ અબેન રિસોર્ટમાં કામ કરતા હિવી અપોકોરે જણાવ્યું હતું કે, “તે ખૂબ જ જોરદાર આંચકો હતો. સમુદ્ર પર બેઠું હોય તેવું લાગ્યું.”

યુએસજીએસએ જણાવ્યું હતું કે કાયન્ટુ શહેરથી લગભગ 67 કિલોમીટર દૂર 61 કિલોમીટર (38 માઇલ) ની ઊંડાઇએ ભૂકંપ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે પાપુઆ ન્યુ ગિની પેસિફિક “રિંગ ઓફ ફાયર” પર છે, જેના કારણે અહીં વારંવાર ભૂકંપ આવે છે.