ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા એ યુપી શિયા વકફ બોર્ડના ચેરમેન ને એફબી પોસ્ટમાં ‘ હરામી પિલ્લા ‘ કહેતા વિવાદ

સુરત: ભાજપના મુસ્લિમ વરિષ્ઠ નેતાઓમાં સ્થાન ધરાવતા સૂફી સંત એમ.કે.ચિસ્તી હાલ પોતા ની એક ફેસબુક પોસ્ટ ને લઇ વિવાદો માં ઘેરાયા છે. તેઓએ  સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના નજીક ના ગણાતા અને  યુપી શિયા વકફ બોર્ડ ના વસીમ રિઝવી માટે અશબ્દ વાપરતા તેઓને ‘ હરામી કા પીલ્લા’ કહ્યું.


ભારતના માયનોરિટી ફાયનાન્સ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન અને સૂફી સંત આજે પોતા ની ફેસબુક પોસ્ટ માં ભાષા ની મર્યાદા ભૂલતા વિવાદો માં ઘેરાયા હતા. યુપીના શિયા વકફ બોર્ડના પ્રમુખ વસીમ રિઝવી એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી મદરેસા ઓ ને બેન્ડ કરવા ભલામણ કરી હતી. વસીમ ની દલીલ હતી કે મદરેસા ઓમાં બાળકોને કટ્ટરવાદી શિક્ષણ આપવા મા આવે છે. આ સંદર્ભે ભાજપના વરિષ્ઠ મુસ્લિમ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ મદરેસાઓ ના સમર્થનમાં પોતાનું મંતવ્ય આપ્યુ હતું .

નકવીના મંતવ્ય ને ફેસબુક પર શેર કરતા સૂફી સંત અને ભાજપના વરિષ્ઠ મુસ્લિમ નેતા એમ.કે. ચિસ્તીએ વસીમ રિઝવી માટે ફેસબુક પર અશબ્દ લખ્યા.પોતાની પોસ્ટમાં તેઓએ લખ્યું કે, ‘ નકવી સાહેબ ના યુપી શિયા વકફ ના કૌભાંડી ચેરમેન કટ્ટરવાદી આઝમ ખાન ના હરામી પીલ્લા વસીમ રિઝવી ને કરારો જવાબ આપ્યો છે. આ સપાનો ચમચો જ્યારે સીબીઆઈ પાસે પહુચી ગયો છે, ત્યારે આવી નીચ વાતો કરી રહ્યો છે. પોતાના કોભંડો થી બચવા માટે આ હરકત કરી રહ્યો છે..’

સૂફી સંત ની આ ભાષાથી ફરી એક વખત સોશિયલ મીડિયા અને રાજકારણમાં વિવાદ સર્જાયો છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com