સુરતમાં પાડોશી યુવકે ત્રણ વર્ષની બાળકી પર ગુજાર્યું દુષ્કર્મ :લોકોએ જાહેરમાં ધોલાઈ કરી સોંપ્યો પોલીસના હવાલે.

સુરત  : સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પાડોશી યુવકે ત્રણ વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઇ છે.ટીવી જોવા ગયેલી બાળકીની  એકલતાનો લાભ લઇ અંદરથી દરવાજો બંધ કરી પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યું હતું.જ્યાં બાદમાં બાળકીની માતા પાડોશી યુવકના ઘરે જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.પાડોશી યુવકના શર્ટ અને બાળકીના ગુપ્તાંગ પર લોહીના ડાઘ મળી આવ્યા હતા.દરમ્યાન હોબાળો થતા યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી.જ્યા ઉશ્કેરાયેલા લોકોએ નરાધમને જાહેરમાં ફટકાર્યા બાદ યોગ્ય પાઠ ભણાવી પોલીસના હવાલે કર્યો હતો.

 
–  સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ…
– પાડોશી યુવકે ગુજાર્યું દુષ્કર્મ…
– ટીવી જોવા આવેલી બાળકીની એકલતાનો ઉઠાવ્યો 
   લાભ….
– હવસખોર નરાધમે માસુમ સાથે સંતોષી હવશ…
– ઘરનો દરવાજો બંધ કરી આચર્યું કુકર્મ….
– બાળકીની માતા જોઈ જતા મામલો આવ્યો બહાર.
-હોબાળો થતા ભેગા થયેલા લોકોએ નરાધમની 
  જાહેરમાં કરી ધોલાઇ….
– યોગ્ય પાઠ ભણાવવા થાભલા સાથે બાંધી ભણાવ્યો 
  યોગ્ય પાઠ…
– ત્રણ વર્ષની માસુમ સાથે દુષ્કર્મ થતા લોકોમાં ભારે 
   રોષ….
– જાહેરમાં ફટકાર્યા બાદ કર્યો પોલીસના હવાલે.
 સુરતમાં એક ત્રણ વર્ષની માસુમ બાળકી સાથે પાડોશી યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઇ છે.પાડોશી જે હંમેશા એકબીજાની મદદ માટે તત્પરતા બતાવે   છે ,તે શબ્દને શ્રમસાર કરતી આ ઘટના સામે આવી છે.સુરતના પાંડેસરા સ્થિત ગણપત નગરનો આ વિસ્તાર છે.જ્યાં એક ત્રણ વર્ષની માસુમ બાળકી પર 25 વર્ષીય સુજીત મિશ્રા નામના પાડોશી યુવકે દુષ્કર્મ ગુજાર્યો છે.મૂળ બિહારનો વતની સુજીત મિશ્રા ભોગ બનનાર બાળકીના પાડોશમાં રહે છે.ભોગ બનનાર બાળકી રોજ – બરોજ ટીવી જોવા સુજીત મિશ્રાને ત્યાં જતી હતી.શુક્રવારના રોજ પણ બાળકી પાડોશી સુજીત મિશ્રાના ત્યાં ટીવી જોવા ગઈ હતી.જે દરમ્યાન બાળકીની એકલતાનો લાભ ઉઠાવી નરાધમ સુજીત મિશ્રાએ પોતાની હવશ સંતોષવા બાળકીને નિશાન બનાવી હતી.અચાનક બાળકીની માતા ત્યાં પોહચી જતા મામલો સામે આવ્યો હતો.બાળકીની માતાને સુજીતના શર્ટ પર લોહીના નિશાન મળ્યા હતા ,જ્યારે બાળકીના ગુપ્તાંગ પરથી પણ લોહી નીકળતા માતા ચોકી ઉઠી હતી.જે બાદ ભારે હોબાળો થતા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા.હોબાળો થતા યુવકે બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યો હોવાની હકીકત જણાવી હતી.જ્યાં બાદમાં રોષે ભરાયેલા લોકોએ નરાધમને જાહેરમાં થાંભલા સાથે બાંધી બરોબરનો ફટકાર્યો હતો.અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય ન કરે તેને લઈ લોકોએ આ નરાધમની એકબાદ એક ધોલાઇ કરી હતી.લોકોએ ધોલાઇ કર્યા બાદ નરાધમ ને પોલીસના હવાલે કર્યો હતો.જ્યાં પરિવારની ફરિયાદ લઈ પોલીસે નરાધમની અટકાયત કરવાની સાથે બાળકીનું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ પશિક્ષણ કરાવ્યું હતું.
 
 
– બાળકીનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરાવવામાં
   આવ્યું …
– મેડિકલ રિપોર્ટમાં બાળકી પર બળાત્કાર થયાનું 
   તારણ બહાર આવ્યું…
– નરાધમ યુવકનું પણ કરાવાયું મેડિકલ…
– પોલીસે નરાધમ યુવકને જેલના સળિયા ગણતો 
    કર્યો….
 
 
સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકીનું  મેડિકલ પશિક્ષણ કરાવતા બળાત્કાર થયો હોવાનું બહાર આવ્યું હતું.જ્યાં પોલીસે નરાધમ યુવકની  ધરપકડ કરી હતી .આ સાથે જ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ યુવકનું  સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ પણ કરાવવામાં આવ્યું હતું.જ્યાં આગળની તપાસ પાંડેસરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
 હાલ તો આ નરાધમ ને પોલીસે જેલના સળિયો ગણતો કરી દીધો છે.પરંતુ પાડોશી યુવકો પર આંખો બંધ કરી વિશ્વાસ રાખનાર પરિવાર માટે એક લાલબત્તી સમાન આ કિસ્સો ગની શકાય તેમ છે.પોતાના બાળકોની જવાબદારી અને સલામતી રાખવી એ પરિવારની એક મોટી જીમેંદારી હોય છે….જો કે કોઈક વખત અજાણ્યા યુવકો પર આંધળો ભરોસો રાખવો પણ ક્યારેક ભારી પડી શકે છે તેનો ઉત્તમ દાખલો સુરતના પાંડેસરા વિસ્તારમાં જોવા મળ્યો છે..

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.