સુરતઃ મહુવા ટ્રેનને દામનગર ખાતે સ્ટોપેજ આપવાની જાહેરાત, ડાયમંડ એસોસિએશને આભાર વ્યક્ત કર્યો

0
42

સુરતથી મહુવા ટ્રેન શરૂ થવાથી સુરત અને સૌરાષ્ટ્રના લાખો લોકોને ફાયદો થયો છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા દામનગર રેલ્વે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગણી હતી જે આજે સ્વીકારવામાં આવી છે જેનો લાભ ભક્તોને મળવાનો છે.

સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના લોકો મોટી સંખ્યામાં દામનગરની મુલાકાતે આવે છે. દામનગર ઔદ્યોગિક રીતે મહત્વનું નગર હોવાથી તેમજ પ્રખ્યાત ભુરખીયા હનુમાનજી દાદાનું ઘર ત્યાંથી 6 કિમી દૂર આવેલું છે. મુંબઈ-સુરત અને દેશભરમાંથી લાખો ભક્તો ભુરખીયા દાદાના દર્શન કરવા આવે છે. ભુરખીયા દાદાના દર્શન કરવા આવતા હજારો નાગરિકો અને ભક્તોએ સુરત મહુવા ટ્રેનને દામનગર ખાતે સ્ટોપ આપવાની માંગ કરી હતી. હજારો શ્રદ્ધાળુઓ અને નાગરિકોની ઉપરોક્ત માંગણીને ધ્યાને રાખીને સુરત ડાયમંડ એસોસિએશને કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતને ગંભીરતાથી લઈને દર્શનાબેન જરદોષે સુરત-મહુવા ટ્રેનનું સ્ટોપેજ (અઠવાડિયામાં પાંચ દિવસ) દામનગર ખાતે રાખવાની જાહેરાત કરી છે.

સુરત મહુવા ટ્રેનને દામનગર ખાતે સ્ટોપેજ થતાં લાખો ભક્તો અને નાગરિકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આથી સુરત ડાયમંડ એસોસિએશને આ પ્રસંગે દર્શનાબેન જરદોષનો આભાર માન્યો હતો. લોકોની અવરજવર માટે ઉત્તમ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અમરેલી અને ભાવનગરની જનતાને ઘણો ફાયદો થશે. ડાયમંડ એસોસિએશનની ઓફિસમાં દર્શના જરદોષનું પણ સન્માન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર સમાજના આગેવાનો અને હીરા ઉદ્યોગકારોએ દર્શનાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો.