ગુજરાત ચૂંટણીનો માહોલ : પહેલા કોંગ્રેસ હિંદુ આતંકવાદની વાતો કરતી અને હવે સાવરકર પર સવાલ ઉઠાવે છેઃ કેન્દ્રીય મંત્રી

0
51

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપે તેના તમામ 182 ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ હવે પ્રચાર શરૂ કરી દીધો છે. પાર્ટી રાજ્યભરમાં સ્થળે સ્થળે સભાઓ અને પ્રચાર કરી રહી છે. આ માટે ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે અને વિવિધ સ્થળોએ સભાઓ કરી રહ્યા છે. તેવી જ રીતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સુરતના માંગરોળના વાંકલ ખાતે સભામાં પહોંચ્યા હતા.

સુરતની માંગરોળ બેઠક પરથી ભાજપે ગણપતસિંહ વસાવાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
સુરતની માંગરોળ બેઠક પરથી ભાજપે ગણપતસિંહ વસાવાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર તેમના પ્રચાર માટે સુરતના માંગરોળના વાંકલ પહોંચ્યા હતા. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અનુરાગ ઠાકુરે કહ્યું કે પહેલા કોંગ્રેસ હિન્દુ આતંકવાદની વાત કરતી હતી અને હવે તે સાવરકર પર સવાલ ઉઠાવી રહી છે. આ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું મોડેલ નંબર 1 છે, ગુજરાતનું મોડેલ વિકાસનું મોડેલ છે. તેમણે કહ્યું કે ગુજરાતની દરેક ગલીમાં એક જ સૂત્ર છે ‘ભાજપનું રાજ મેં ગુજરાત માઝા મેં હૈ’. કોંગ્રેસ પોતાની જાતને કેપ પોલિટિક્સ સુધી સીમિત રાખે છે અને વિકાસની વાત કરતી નથી.