14 C
Ahmedabad
Sunday, January 23, 2022

સુરત : ચોર દરવાજે ચાલતો હતો ડ્રગનો કાળો કારોબાર : ગોળવાળા દંપતી દુકાનનું ખુલ્યું રહસ્ય અને મચ્યો ચકચાર

Must read

surat news : ચોર દરવાજે ચાલતો હતો ડ્રગનો કાળો કારોબાર : ગોળવાળા દંપતી દુકાનનું ખુલ્યું રહસ્ય અને મચ્યો ચકચાર

surat news – ચોર દરવાજે ચાલતા ડ્રગના કાળા કારોબારનો દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સુરત શહેર એસઓજીની ટીમને સાથે રાખી ઓનલાઇન એલએસડી ડ્રગ્સના વેપલાનો પર્દાફાશ કર્યો હતો. સુરતમાં ડાર્કવેબ મારફતે દિલ્હીથી ડ્રગ્સ મંગાવી લોકલ લેવલે વેચાણ કરતા અડાજણનું ગોળવાળા દંપતી પકડાયું હતુ.આ દંપતી પાસેથી એનસીબીની ટીમ ડ્રગ્સનો મોટો જથ્થો કબ્જે લઇ દંપતીને લઇ દિલ્હી જવા રવાના થઇ હતી. ગોળવાળાના લક્ઝુરિયસ ફ્લેટમાં સર્ચ કરતા હાઇ ક્વોલિટીનો ગણાતો 2 કિલો હાઇબ્રિડ ગાંજો, 100 ગ્રામ ચરસ અને 300થી વધુ નશાની ટેબલેટો મળી આવી હોવાનું જાણવા મળે છે.આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરતમાંથી બે કિલો હાઇબ્રિડ ગાંજો, એલ.એસ.ડી.ની ટેબ્લેટ, પેપર અને ચરસ સહિત લાખોનો માલ સાથે ઝડપાયેલું ગોળવાળા દંપતી વેસુ વી.આઇ.પી. રોડ સ્થિત ટાઇમ્સ કોર્નરમાં વોટ અ બર્ગર નામની ફેન્ચાઇ ઝી ધરાવતું હતું.આ કારોબાર ચલાવવા માટે આ દંપતી દ્વારા આ બિલ્ડિંગના ચોથા માળે જ આર્કિટેક્ટના મથાળા હેઠળ દુકાન ભાડે રાખી જ્યાં બર્ગરની દુકાનના કામદારોને રાખવામાં આવ્યા હતા ત્યાં જ ચોરખાનાવાળો દરવાજો બનાવી કૃણાલ અને તેની પત્ની દીક્ષિતા નશાનો કારોબાર ચલાવતા હતા.અડાજણ એલ. પી. સવાણી સ્કૂલ પાસે આવેલી નક્ષત્ર બિલ્ડિંગમાં રહેતો કૃણાલ ગોળવાળા અને તેની પત્ની દીક્ષિતા ગોળવાળા મોટા પાયે નશાનો કારોબાર કરતા હોવાની માહિતીને આધારે તેમના કારોબાર પર રેઇડ કરાઇ હતી. રેઇડ દરમિયાન આ દંપતીના ઘરમાંથી પોલીસને એક કિલો હાઈબ્રીડ ગાંજાનો એક કિલો જથ્થો મળી આવ્યો હતો.

આ મામલે પોલીસ પૂછપરછમાં આ દંપતી વેસુ વી.આઇ.પી. રોડ ઉપર આવેલા ટાઇમ્સ કોર્નરમાં વોટ આ બર્ગર નામની જાણીતી બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી ચલાવતું હોવાનું બહાર આવ્યું હતું. આર્કિટેક્ટની ડિગ્રી ધરાવતા કૃણાલે આ બિલ્ડિંગમાં જ ચોથા માળે એક ઓફિસ પણ ભાડે રાખી હતી. જેમાં તે બર્ગરની દુકાનના કર્મચારીઓને સૂવાની વ્યવસ્થા હતી. પોલીસે જ્યારે આ ઓફિસમાં પહોંચી ત્યારે તેમને આ દુકાન અને લિફ્ટની વચ્ચે એક નાનકડો ચોર દરવાજો મળી આવ્યો હતો.જેના દ્વારા તેઓ આ કારોબાર ચલાવતા હતા.

ચોર દરવાજાની ડિઝાઇન પણ એ રીતે કરવામાં આવી હતી કે બહારથી તે કોઇ સજાવટનો ભાગ હોય. ઓફિસની અડધી કરી દઈ ઉપરના ભાગે આવેલાં એક ઓફિસ બનાવવામાં આવી હતી. તેની તલાશી દરમિયાન ત્યાંથી એક કિલો હાઇબ્રિડ ગાંજા ઉપરાંત એલ.એસ.ડી. ૩૬૩ ટેબ્લેટ, ૨૮૬ એલ. એસ.ડી. પેપર અને ૯૫ ગામ ચરસ મળી આવ્યું હતું. આ ઓફિસમાંથી જ ગ્રાહકોને માલ ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવતો. એન. સી.બી. સાથે સુરત એસ.ઓ.જી.ના ઇન્સ્પેક્ટર રાજેશ સુવેરા, સબ ઇન્સ્પેક્ટર વી.સી. જાડેજાએ કામગીરી કરી હતી.

કૃણાલ ગોળવાળા દંપતી ડાર્કવેબથી ડ્રગ્સ મંગાવતું હતુ. આ લોકો સુરતમાં સિલેક્ટેડ ગ્રાહકોને મો માંગ્યા ભાવે ડ્રગ્સનું વેચાણ કરતા હતા. તેઓ કેટલા સમયથી ઓનલાઇન ડ્રગ્સનું વેચાણ કરતા હતા અને તેઓના કસ્ટમરો કોણ-કોણ હતા તે હવે NCBની પૂછપરછમાં બહાર આવશે. વધુમાં વૈભવી ફ્લેટમાં રહેતા કૃણાલના પિતાના ઓલપાડમાં લૂમ્સ ચાલે છે તેમજ વેસુમાં તેઓની બર્ગર શોપ પણ હોવાનું કહેવાય છે. કૃણાલ અને તેની પત્ની ડ્રગ્સના વેપલામાં પકડાતા સોસાયટીના રહીશો પણ ચોંકી ગયા હતા.

જોકે કૃણાલના માતા પિતાએ પોતે પોતાના પુત્રના આ ગોરખધંધાથી અજાણ હોવાનો દાવો કર્યો હતો

- Advertisement -

More articles

- Advertisement -

Latest article