સુરતઃ તમાકુના વેપારીએ મોબાઈલ સ્નેચરને પકડીને પોલીસને સોંપ્યો

0
50

નાઇટ વોક પર ગયેલા અમરોલીના તમાકુના વેપારી પાસેથી બે બાઇક સવાર યુવકો મોબાઇલ ફોન આંચકીને નાસી છૂટ્યા હતા. વેપારીએ પીછો કરતાં બાઇક સ્લીપ થઇ ગયું હતું અને ચાલક ઝડપાઈ ગયો હતો, જ્યારે મોબાઈલ સ્નેચર ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમરોલી પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, ક્રોસ રોડ શોપીંગમાં તમાકુની દુકાન ધરાવતા સમીર યોગેશ પલેજા (ઉંમર 38, રહે. સ્વસ્તિક રો હાઉસ, જુના કોસાડ રોડ, અમરોલી અને મૂળ ભાયાવદર, ઉપલેટા, જિલ્લો રાજકોટ) છે. ગત રવિવારે રાત્રે જમ્યા બાદ મિત્રો હાર્દિક પટેલ, મનસુખ સાખપરિયા અને મનસુખ માલવિયા નાઈટ વોક માટે નીકળ્યા હતા.

દરમિયાન, તેમણે આલે. ખેતર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે લૂંટારુઓએ સમીરના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. મોબાઈલ ચોરને પકડવા માટે સમીર પલેજા બાઇકની પાછળ દોડ્યો ત્યારે બાઇક સ્લીપ થઇ ગયું હતું. બંને બાઇક સવારો રોડ પર પડ્યા હતા, ત્યારબાદ બાઇકમાં પાછળ બેઠેલો ચોર મોબાઇલની ચોરી કરી ભાગી ગયો હતો, પરંતુ સમીર પલેજા અને તેના મિત્રોએ બાઇક સવારને પકડી લીધો હતો. મોબાઈલ સ્નેચર બાઇક ચાલકને માર માર્યા બાદ તેને પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં પકડાયેલા યુવકે પોતાનું નામ મુસ્તફા સલીમ શેખ (રહે. કોસાડ આવાસ એચ-2 બિલ્ડીંગ, અમરોલી) હોવાનું જણાવ્યું હતું. ફરાર યુવકનું નામ સોહેલ સુલતાન શેખ (રહે. માંડરવાજા, રીંગરોડ) હોવાનું પોલીસે વોન્ટેડ જાહેર કર્યું છે. પોલીસે મોટર સાયકલ (GJ19BB8404) કબજે કરી છે. પોલીસે પકડાયેલા બાઇક ચાલકની કડક પૂછપરછ હાથ ધરી છે અને ફરાર મોબાઇલ સ્નેચરને ઝડપી લેવા કાર્યવાહી તેજ કરી છે.