ઓલપાડમાં એક સાસુ-વહુના ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હતો. ઝઘડા બાદ સાસુએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જ્યારે વહુએ ડરના કારણે ગળે ફાંસો ખાઈ લીધો હતો. જેથી વહુનું મોત નિપજ્યું છે. જ્યારે સાસુની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સાસુ અને વહુ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો
ઓલપાડના બરબોધન ગામમાં પ્રિયંકા સતીષ પટેલ(ઉ.વ.25) પરિવાર સાથે રહે રહેતી હતી. બે વર્ષના લગ્નગાળામાં એક 9 માસનો દીકરો છે. આજે(સોમવાર) પિતા-પુત્ર ઘરે હાજર ન હતા. દરમિયાન સાસુ અને વહુ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરી લેતા સાસુએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. વહુને જાણ થતા ડરના કારણે વહુએ પણ રૂમમાં જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.