કામરેજ વિધાનસભાના ભાજપના ધારાસભ્યના પુત્ર દ્વારા કાર્તિગ ના વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.જે અંગે સરથાણા પોલીસ મથકમાં ધારાસભ્યના પુત્ર સહિત બે લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે આજ રોજ ધારાસભ્યના પુત્ર સહિત તેના મિત્રની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.