સુરતના યોગગુરુએ કર્યો આપધાતનો પ્રયાસ, સાધકો પર કર્યા આક્ષેપ

યોગગુરૂએ આપઘાત કરતા પહેલા સાત પાનની સ્યૂસાઇડ નોટ લખી છે

સુરતમાં આવેલા સત્યમ ફાઉન્ડેશન આશ્રમના યોગગુરૂ પ્રદિપ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. યોગગુરૂએ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા સાત પાનાની સુસાઇડ નોટ લખીને 10 જેટલા સાધકો દાનમાં આપેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરીને પરત માંગે છે તેવો આક્ષેપ કર્યો છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરમાં આવેલા કામરેજ ધોરણ પરડીમાં એક આશ્રમ આવેલો છે. જે સત્યમ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે. જ્યાં યોગગુરૂ પ્રદીપજી લોકોને યોગ શીખવાડે છે. તેમણે કપાસના પાકમાં છાંટવાની દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે.

યોગગુરૂએ આપઘાત કરતા પહેલા સાત પાનની સ્યૂસાઇડ નોટ લખી છે. જેમાં સાઘકો તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ કરી છે. તેમણે આ નોટમાં દસ સાધકોનાં નામ પણ લખ્યાં છે. તેમણે સાધકોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કર્યો છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com