IPL 2026 પહેલા રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સ બહાર કરશે? સુરેશ રૈનાએ MI ને બતાવ્યો રસ્તો
15 નવેમ્બરના રોજ તમામ IPL ટીમો રિટેન્શન લિસ્ટ જાહેર કરશે. આનાથી જાણ થશે કે કયા ખેલાડીઓને રિટેન (જાળવી) કરવામાં આવશે અને કોનો તેમની ટીમ સાથેનો સંબંધ સમાપ્ત થશે. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડીને KKR સાથે જોડાશે તેવી અફવાઓ હતી. હવે સુરેશ રૈનાએ આ જ વિષય પર વાત કરતા જણાવ્યું છે કે મુંબઈએ કોઈ પણ ભોગે રોહિત શર્માને રિટેન કરવો જોઈએ.
IPL 2026નું ઓક્શન ડિસેમ્બરના મધ્યમાં યોજાવાનું છે. 15 નવેમ્બર સુધીમાં તમામ ટીમોએ પોતાની રિટેન્શન લિસ્ટ જાહેર કરવાની છે. આનાથી ખબર પડશે કે કયા ખેલાડીઓ પોતાની ટીમમાં જળવાઈ રહેશે અને કોણ ઓક્શનનો હિસ્સો બનશે. હાલમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ઓક્શન પહેલા રિલીઝ કરી શકાય છે. આ અફવાઓ વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ જણાવ્યું છે કે રોહિત શર્માને બહાર કરવો યોગ્ય નિર્ણય હશે કે નહીં.

સુરેશ રૈનાએ MI ને બતાવ્યો રસ્તો
સુરેશ રૈનાએ તાજેતરમાં IPL રિટેન્શન વિશે વાત કરી. મુંબઈ ઈન્ડિયન્સનો ઉલ્લેખ કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે રોહિત તેમની સાથે જળવાઈ રહેવો જોઈએ. તેમણે કારણો આપતા કહ્યું, “મુંબઈ ઈન્ડિયન્સે કોઈ પણ સંજોગોમાં રોહિત શર્માને રિટેન કરવો જોઈએ. તેમણે MI ને ઘણી વખત ટ્રોફી જીતાવી છે.”
તેમણે ચેન્નઈના ખેલાડીઓનો ઉલ્લેખ કરતા કહ્યું, “દીપક ચાહર તાજેતરમાં આવ્યો છે અને વસ્તુઓ તેના પર નિર્ભર કરે છે કે તેમની પાસે શું વિકલ્પો છે. તે મુજબ, તેઓ તેને રિલીઝ કરશે કે રિટેન, તે નક્કી થશે. મને લાગે છે કે તેમને પણ રિટેન કરવો જોઈએ. તેમને ટ્રેન્ટ બોલ્ટને પણ પોતાની સાથે રાખવો જોઈએ. તે શાનદાર ખેલાડી છે. તે લેફ્ટ આર્મ બોલર છે અને તેનો તેમને ફાયદો મળે છે.”
View this post on Instagram
શું ખરેખર રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે?
રોહિત શર્માના મુંબઈ ઈન્ડિયન્સ છોડવા અને KKR માં જોડાવાની અફવાઓ સતત સામે આવી રહી હતી. જોકે, મુંબઈ ઈન્ડિયન્સે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બધાને ચૂપ કરાવી દીધા હતા. તેમણે ઈશારામાં સ્પષ્ટ કરી દીધું હતું કે રોહિતનું કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાણ મુશ્કેલ જ નહીં પણ નામુંકિન છે.
તેમણે આ દરમિયાન ‘હિટમેન’ની મુંબઈ ઈન્ડિયન્સના લોગો સાથેની તસવીર પોસ્ટ કરી હતી. અહીંથી સ્પષ્ટ થઈ ગયું હતું કે MI નો રોહિત સાથેનો વર્ષો જૂનો સંબંધ તોડવાનો કોઈ ઈરાદો નથી. આવતા વર્ષે પણ શર્મા મુંબઈ ઈન્ડિયન્સ માટે ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળશે.

