શપથગ્રહણ અગાઉ કુમારસ્વામી રાહુલ-સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

ભાજપની યેદિયુરપ્પાની સરકાર પડી ગયા બાદ હવે કોંગ્રેસ-જેડીએસની નવી સરકાર શપથગ્રહણ કરવાની તૈયારીમાં લાગી ગયું છે. ત્યારે જેડીએસના નેતા મુખ્યમંત્રી પદના ઉમેદવાર એચડી કુમારસ્વામી આજે દિલ્હીની મુલાકાતે છે. કુમારસ્વામી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. દિલ્હીની મુલાકાત અગાઉ કુમારસ્વામીએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે તેઓ મુલાકાત કરશે અને સરકારના પાંચ વર્ષના કાર્યકાળ માટે આશીર્વાદ લેશે. કુમારસ્વામીએ કહ્યું હતું કે બેઠકમાં કેબિનેટના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. જો કે કુમારસ્વામીએ જણાવ્યું હતું કે હજી સુધી કોને કઇ ખાતુ સોંપવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે કુમારસ્વામી બુધવારે 23 મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. દિલ્હીની મુલાકાત પહેલા કુમારસ્વામી બેંગલુરૂમાં અનેક મંદિરોમાં દર્શન કરશે. કુમારસ્વામી દિલ્હીની મુલાકાત પૂર્વે લક્ષ્‍મીનરસિમ્હા મંદિર, હરદનહલી શિવ મંદિર, રંગનાથ મંદિર, યલિમલકા મંદિરમાં દર્શન કરશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com