15 C
Ahmedabad
Sunday, January 23, 2022

રશિયા-યુક્રેન તણાવ વચ્ચે બાઈડેન અને પુતિન વચ્ચે વાતચીત

Must read

યુક્રેનની પૂર્વી સરહદ પર તણાવપૂર્ણ પરિસ્થિતિ દરમિયાન મંગળવારે અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે વાતચીત થઈ. જો બાઈડેન અને વ્લાદિમીર પુતિન વચ્ચેની આ વાતચીત વીડિયો લિંક દ્વારા થઈ હતી.

આ અંગે જે વિડિયો ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે તે વાતચીત શરૂ થયાના સમયના છે. જેમાં બંને નેતાઓ એકબીજાને મૈત્રીપૂર્ણ રીતે શુભેચ્છા પાઠવતા બતાવવામાં આવ્યા છે.

આ વાતચીતથી બહુ ઓછા લોકોને કોઈ ઉકેલ મળવાની અપેક્ષા છે. જોકે, રશિયાએ કહ્યું છે કે યુરોપમાં તણાવ વધ્યો હોવાથી વાતચીત કરવાની જરૂરત છે.

રશિયાએ તેના હજારો સૈનિકોને યુક્રેનની સરહદ પર મોકલ્યા છે, પરંતુ ભારપૂર્વક જણાવ્યું છે કે તેનો યુક્રેન પર હુમલો કરવાનો કોઈ ઈરાદો નથી.

રશિયા ગેરંટી માંગે છે કે યુક્રેન નાટોમાં જોડાશે નહીં, પરંતુ પશ્ચિમી સત્તાઓ કહે છે કે યુક્રેનની સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઈએ.

અગાઉ આ વર્ષે જૂનમાં જો બાઈડેન અને પુતિને સ્વિટ્ઝર્લેન્ડમાં ખાનગી બેઠક કરી હતી.

ત્યારબાદ વાટાઘાટામાં બંને દેશો પોતાના રાજદૂતોને પરત મોકલવા અને પરમાણુ હથિયાર નિયંત્રણ પર વાતચીત શરૂ કરવા સંમત થયા હતા.

 

 

 

 

- Advertisement -

More articles

- Advertisement -

Latest article