તબસ્સુમ હસન 12 હજાર મતોથી આગળ

યુપીના કેરાના અને નૂરપુર સહિત અલગ અલગ રાજ્યોના ચાર લોકસભા અને દસ વિધાનસભા બેઠકો પર પરિણામનો દિવસ આજે છે. મત ગણતરી 8 વાગ્યે શરૂ થશે. લોકસભાના જે બેઠકો પર ઉપચુનાવ છે, તેમાં યુપીની ચર્ચિત કેરાના લોકસભા સીટ છે, મહારાષ્ટ્રના ભાંડારા-ગોદિયા અને પાલઘર સીટ અને નાગાલેંડની એક લોકસભા સીટ છે. આ ઉપરાંત, નૂરપુર (યુપી), પલુસ કાડેગાંઉ (મહારાષ્ટ્ર), જોકીહાટ (બિહાર), ગોમિયા અને સિલી (ઝારખંડ), ચેંગનૂર (કેરળ), અંપાતી (મેઘાલય), શાહકોટ (પંજાબ), થરાલી (ઉત્તરાખંડ) અને મહેશતલા (પશ્ચિમ બંગાળ) વિધાનસભા સીટો પર ઉપચુનાવ થયા છે. આ ઈલેક્શનમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીની સાખ દાવ પર લાગી છે. વોટિંગ દરમિયાન ઘણા પોલિંગ બૂથ પર ગરબડી જોવા મળી હતી. ભાજપ ઉપર ફરી પોતાની સત્તા સાબિત કરવાનું દબાણ છે તો કોંગ્રેસ ગઠબંધન સાથે મેદાને પડી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com