રિલાયન્સ જિયોએ JioTVCamera ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. જિયો ફાઈબરની લોન્ચિંગની દરિયાન જિયોએ કહ્યું હતું કે, જિયો ફાઈબરના યૂઝર્સે જિયો ફાઈબર સેટટોપ બોક્સ થકી વીડિયો કોલિંગ કરી શકશો.
ટીવી થી કરો વીડિયો કૉલિંગ
જિયો ટીવી કેમરા એક ખૂબ જ નાની ડિવાઈસ છે, જેને ટીવી સાથે કનેક્ટ કરવામાં આવશે, ત્યારબાદ તમે તમારા ટીવીથી કોઈપણ વ્યક્તિને વીડિયો કોલ કરી શકશો. જિયો ટીવી કેમેરાને જિયોની વેબસાઈટથી ખરીદવામાં આવી શકે છે. જેની કિંમત માત્ર 2,999 રૂપિયા છે.
સાથે જ આ કંપની EMI ની સુવિધા પણ આપી રહી છે અને ત્રણ દિવસની અંદર આ કેમેરાની ડિલીવરી કરવાનું વચન આપી રહી છે. સાથે જ આ કેમેરામાં 1 વર્ષની વોરંટી પણ મળી રહી છે અને કોઈપણ પ્રકારની સમસ્યા થવા પર 7 દિવ,ની અંદર તમે રિપ્સેલ પણ કરી શકો છો.
JioTV Camera ને ટીવીમાં એક કેબલ થકી જ કનેક્ટ કરવામાં આવશે. ત્યારબાદ આ કેમેરાની ટીવીની ઉપર રાખવામાં આવશે, જો કે, જિયો ટીવી કેમરા હાલમાં માત્ર જિયો ફાઈબર ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે. જિયો ટીવી કેમેરામાં 120 ડિગ્રી વાઈડ એન્ગલ છે. સાથે જઆ કેમેરાનું વજન 93 ગ્રામ છે.