ગુગલ મેપમાં છેલ્લા એક વર્ષમાં ઘણા ફિચર્સ ઉમેરવામાં આવી ચૂક્યા છે. તેમાં ઑટો-રીક્ષા મોડ, એસ્ટીમેટેડ રાઇડ ફેર (અંદાજીત ભાડું) અને સજેસ્ટેડ રૂટ્સ જેવા ફીચર્સ શામેલ છે. હવે આ એપ્લિકેશનમાં નવા ફીચર સેટ ડેપાર્ટ એન્ડ અરાઈવ ટાઈમ (Set depart and arrive time) આપવામાં આવશે તેવી અપેક્ષા છે. આ હેઠળ, વપરાશકર્તાઓ પ્રસ્થાન અને આગમન સમય ઉમેરીને મુસાફરીના સમયનો અંદાજ લગાવી શકશે. ઉલ્લેખનીય છે કે, આ ફીચર હવે થોડા સમયથી ગુગલ મેપમાં જાહેર પરિવહન મોડમાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે. હવે આ સુવિધા કારના નેવિગેશન વિકલ્પમાં આપવામાં આવે તેવી અપેક્ષા છે. સેટ ડિપાર્ટેડ એન્ડ અરાઈવ ટાઈમ ફીચર હેઠળ યુઝર્સ પોતાના પ્રસ્થાન સમય અને પહોંચવાનો સમય નોંધીને યાત્રા પૂરી કરી શકશે.આ સાથે જ યુઝર્સને જ્યાં જવાનું હોય ત્યાં પહોંચવાનો સમય નોંધીને એ જાણી શકે છે કે, તેને સમયસર પહોંચવા માટે ઘરેથી કેટલા વાગ્યે નીકળવું પડશે. તમને જણાવી દઈએ કે, આ ફીચર્સને થોડા સમયથી ગુગલ મેપના ડેસ્કટોપ ક્લાઈન્ટ પર અને મોબાઈલ વર્ઝન પર આપવામાં આવ્યું છે. નવા ફીચરને એક્સેસ કરવા માટે યુઝરે મેનુ આઈકોન પર જવાનું રહેશે. ત્યાર બાદ ટોપ રાઈટ કોર્નિર પર જઈને સેટ ડિપાર્ટ એન્ડ અરાઈવ ટાઈમનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જો કે, પહોંચવાનો સમય નાખવાથી યુઝરને નોટિફિકેશન એલર્ટ નહિં મળે તો તેણે ઘરેથી કેટલા વાગ્યે નીકળવાનું રહેશે. આ સિવાય આમાં વધુ એક ખામી છે. આ ફીચરમાં એવી કોઈ રીત નથી કે જે ટ્રાફીક જામ પર એક નજર રાખી શકે. જે તેના ડિપાર્ચર સમયને બદલી શકે. આ ફીચરને સૌથા પહેલા એન્ડ્રોઈડ પોલિસે રિપોર્ટ કર્યો છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.