નવી દિલ્હી : ટેલિકોમ કંપની ભારતી એરટેલને ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં (ઓક્ટોબરથી ડિસેમ્બર) રૂ. 1,035 કરોડની એકીકૃત ચોખ્ખી ખોટ ગઈ છે. જો કે આ પહેલા નાણાકીય વર્ષ 2018-19ના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીને 86 કરોડ રૂપિયાનો નફો થયો હતો. કંપનીએ ટેરિફ પ્લાનમાં વધુ વધારાના સંકેત આપ્યા છે, કેમ કે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) ગોપાલ વિટ્ટલે ઉદ્યોગને ઉભરતી તકનીકોમાં રોકાણ કરવા સક્ષમ બનાવવા માટે ટેરિફમાં વધુ વધારો કરવા જણાવ્યું છે.
જોકે આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં વધારો થયો છે. ડિસેમ્બર 2019 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 8.5 ટકા વધીને 21,947 કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં 20,231 કરોડ રૂપિયા હતી.