થાઈલેન્ડમાં બોગસ લગ્નના કૌભાંડમાં દસ ભારતીયોની ઘરપકડ

ભારતીય પુરુષોઓએ મહિલાઓ સાથે બોગસ લગ્ન કરવા માટે પાંચ હજાર ચુકવ્યાં હતા.

આ બનાવની વિગત અનુસાર થાઇલેન્ડની પોલીસે લગ્નના બોગસ દસ્તાવેજો જમા કરાવવાના આરોપમાં આજે દસ ભારતીય પુરુષો અને 24 થાઇ મહિલાઓની ધરપકડ કરી છે. થાઇલેન્ડ પોલીસ અનુસાર આ ઘટનામાં 20 ભારતીયો હજુ પોલીસ પકડથી બહાર છે. પોલીસ અનુસાર આરોપીઓએ જિલ્લા અધિકારી પાસે બોગસ દસ્તાવેજ રજુ કર્યાં જેથી કરી ત્યાંનું નાગરિકત્વ મળી જાય.

આ ભારતીયોએ 24 થાઇ મહિલાઓ સાથે પૈસા આપી બોગસ લગ્ન કર્યા. થાઇલેન્ડના એક અધિકારી અનુસાર આ ઘટનામાં દસ ભારતીયો અને છ થાઇ મહિલાઓ હજુ પોલીસ પકડથી દુર છે. પોલીસ અનુસાર ભારતીય પુરુષોઓએ મહિલાઓ સાથે બોગસ લગ્ન કરવા માટે પાંચ હજાર ચુકવ્યાં હતા.

આ ઘટના સપાટી પર આવ્યા બાદ દેશમાં હડકંપ મચી ગયો છે. થાઇલેન્ડ ઇમિગ્રેશન બ્યુરો પ્રમુખ સુરાચેટ હકપાર્ને મંગળવારના રોજ દેશભરમાં તમામ ઇમિગ્રેશન ઓફિસોને દેશની સુરક્ષાને જોખમમાં મુકનાર વિદેશી નાગરિકો વિરુદ્ધ અભિયાન ચલાવી  કાર્યવાહી કરવા આદેશ આપ્યાં છે. આ અભિયાનના ટાર્ગેટ પર ભારતીય મૂળના લોકો સૌથી વધારે છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com