ટેસ્લા અત્યારે ભારતમાં પ્રવેશી રહ્યું નથી! કંપનીએ રાખ્યો પ્લાન, આપ્યું મોટું કારણ

0
57

ભારતમાં અત્યારે ટેસ્લા કારની એન્ટ્રી નથી. ઈલોન મસ્કે ભારતીય બજારમાં તેની ઈલેક્ટ્રિક કાર વેચવાની યોજના હાલ પુરતી મુલતવી રાખી છે. રોઇટર્સના સમાચાર અનુસાર, ટેસ્લા ઇન્ક. ભારતમાં તેની કાર માટે શોરૂમ માટે જગ્યા શોધવાનું બંધ કરી દીધું છે. આ સિવાય ભારતમાં કામ કરી રહેલી ટીમને અન્ય જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ મામલા સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે કંપનીએ ભારતમાં એન્ટ્રીની યોજના પર રોક લગાવી દીધી છે.

ટેસ્લા લાંબા સમયથી ભારત સરકાર પાસે ઇલેક્ટ્રિક કાર પરની આયાત ડ્યુટી ઘટાડવાની માંગ કરી રહી હતી. ટેસ્લાએ સૌપ્રથમ યુ.એસ. અને ચીનમાં સ્થિત પ્રોડક્શન પ્લાન્ટ્સમાંથી નીચા ટેરિફ પર આયાતી ઇલેક્ટ્રિક વાહનો (EVs) વેચીને પરીક્ષણની માંગ કરી હતી. પરંતુ ભારત સરકાર ટેસ્લાને ટેરિફ ઘટાડતા પહેલા સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવા કહેતી હતી. તમને જણાવી દઈએ કે ભારતમાં ઈમ્પોર્ટેડ કાર પર 100% સુધી ટેક્સ લાગે છે.

સરકારે છૂટ આપી નથી
ટેસ્લાએ ભારતમાં કાર લોન્ચ કરવા માટે 1 ફેબ્રુઆરીની સમયમર્યાદા નક્કી કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે સામાન્ય બજેટમાં પણ તેના પર કોઈ હકારાત્મક વલણ દાખવ્યું ન હતું. કંપનીના ઈન્ડિયા પ્લાનની નજીકના સૂત્રોએ રોઈટર્સને જણાવ્યું હતું કે જ્યારે કેન્દ્ર સરકારે ટેસ્લાને કારની આયાત પર છૂટ આપી ન હતી ત્યારે ટેસ્લાએ ભારતમાં કાર આયાત કરવાની તેની યોજના બંધ કરી દીધી હતી. આ પહેલા મહિનાઓ સુધી, ટેસ્લા ભારતના મોટા શહેરોમાં શોરૂમ અને સર્વિસ સેન્ટર ખોલવા માટે જગ્યાઓ શોધી રહી હતી.

આ પણ કારણ હોઈ શકે છે
ટેસ્લા અગાઉ ઇલેક્ટ્રિક કાર માટેના ભારતીય બજારને નાના પરંતુ ઉભરતા બજાર તરીકે જોતી હતી. જો કે, આ સેગમેન્ટ પહેલાથી જ ભારતીય કાર નિર્માતા કંપની ટાટાના કબજામાં છે. આ સિવાય ટેસ્લાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારની કિંમત લગભગ 31 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જે તેને ભારતીય બજારમાં લક્ઝરી સેગમેન્ટમાં મૂકશે. આ સેગમેન્ટનું વેચાણ આશરે 30 લાખના વાર્ષિક વાહનોના વેચાણનો નજીવો ભાગ છે.