ISROની સિદ્ધિ: બે બ્રિટિશ સેટેલાઈટ લોન્ચ કર્યા, કુદરતી આપત્તિની જાણકારી આપશે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સેટેલાઈટ કેરિયર પોલર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ (પીએસએલવી) સી-૪ર સાથે બે બ્રિટિશ સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે.

આ બંને સેટેલાઈટ પૃથ્વીની ગતિવિધિઓ પર નજર રાખશે. તેમના નામ NovaSAR અને S1-4 છે. ઉલ્લેખનીય છે કે, પીએસએલવીની આ ૪૪મી ઉડાન હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં ઈસરોએ કુલ પ૬૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. બ્રિટનની સર્રે સેટેલાઈટ ટેક્નોલોજી લિમિટેડના આ સેટેલાઈટ્સનું કુલ વજન ૮૯ કિલોગ્રામ છે.

ઈસરોએ ૩૩ કલાકના કાઉન્ટડાઉન બાદ રાતે આ બંને સેટેલાઈટ લોન્ચ કર્યા હતા. આ બંને ઉપગ્રહથી જંગલોની મેપિંગ અને કુદરતી આપત્તિઓની જાણકારી મળી શકશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોની ટીમને સફળતાપૂર્વક લોન્ચિંગ બદલ અભિનંદન આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારત વૈશ્વિક સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ૩૦૦ બિલિયન ડોલરથી વધુના હિસ્સા સાથે અગ્રણી દેશ બની ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ઈસરો વિશ્વમાં સૌથી ઓછા ખર્ચમાં સેટેલાઈટ મોકલવાનું કામ કરી રહ્યું છે. પીએસએલવી સી-૪ર પહેલી એવી ઉડાન રહી, જે સંપૂર્ણ રીતે કોમર્શિયલ રૂપથી મોકલવામાં આવી હોય. આ વર્ષે ઈસરોનું આ સતત ત્રીજું લોન્ચિંગ છે.

રવિવારે પહેલો સેટેલાઈટ સ્ટેજની બે મિનિટ બાદ અલગ થયો હતો જ્યારે બીજો ચોથા ચરણની ઉડાનના ૧૭ મિનિટ બાદ અલગ થયો હતો. આ બંને સેટેલાઈટ ફોરેસ્ટ મેપિંગ, પૂર જેવી કુદરતી આપત્તિઓનું મોનિટરિંગ કરવાનું કામ કરશે. એસ-૧ફોર એક હાઈ રેઝોલ્યુશન ઓપ્ટિકલ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે. જે સ્રોતોનો સર્વે, પર્યાવરણનું મોનિટરિંગ, અર્બન મોનિટરિંગ અને ડિઝાસ્ટર મોનિટરિંગ પણ કરશે.

આ લોન્ચથી ઈસરોની કમર્શિયલ વિંગ એન્ટ્રિક્સને આશા છે કે ભવિષ્યમાં પણ લોન્ચના મોકા મળશે અને ઈસરો તેનાથી સારી કમાણી કરી શકશે. એપ્રિલ, ર૦૧પથી લઈને માર્ચ, ર૦૧૮ સુધી ઈસરોએ કુલ પ૬૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જેમાં ૧૦ થી ર૦ ટકા કમાણી સેટેલાઈટ લોન્ચથી જ્યારે બાકીની કમાણી અન્ય માધ્યમોથી થઈ છે.

હાલ ઈસરો પાસે ૮૪ ક્લાયન્ટ્સ છે, જે તેમની કોમ્યુનિકેશન સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે, તેમાં રિલાયન્સ અને સન ટીવી નેટવર્ક જેવા મોટા ગ્રુપ પણ સામેલ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ઈસરોએ કુલ ૯૯ સેટેલાઈટ લોન્ચ કર્યા છે, જેમાંથી ૬૯ વિદેશી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com