ધૂળેટીના રંગબેરંગી પર્વ વચ્ચે શેરબજારના રંગ ઉડ્યા

0
52

સમગ્ર દેશમાં લોકો રંગોના તહેવાર હોળીની ઉજવણી કરી રહ્યા છે. દરમિયાન બુધવારે  શેરબજાર કડાકો સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 59,926.91 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં તે 297.55 પોઈન્ટના સ્તરે ગબડતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી 103.95 પોઈન્ટના ઘટાડા સાથે 17,607.60 પોઈન્ટના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

નબળા વૈશ્વિક સંકેતોને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઈ હતી અને શરૂઆતના વેપારમાં નુકસાન નોંધાયું હતું. આ સમયગાળા દરમિયાન, 30 શેરનો BSE સેન્સેક્સ 0.52 ટકા અને NSE નિફ્ટી 0.50 ટકા ઘટ્યો હતો. મંગળવારે હોળીના કારણે શેર, કોમોડિટી અને કરન્સી માર્કેટ બંધ રહ્યા હતા.

 

રૂપિયો 37 પૈસા ઘટીને 82.29 પર છે
વિદેશમાં યુએસ ડોલરની મજબૂતી અને સ્થાનિક ઇક્વિટી બજારોમાં નકારાત્મક વલણ વચ્ચે બુધવારે શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો 37 પૈસા ઘટીને 82.29 થયો હતો. ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં, રૂપિયો ડોલર સામે 82.25 પર નબળો ખૂલ્યો હતો અને પછી તેના અગાઉના બંધ કરતાં 37 પૈસા ઘટીને 82.29 પર સ્થિર થયો હતો. સોમવારે અમેરિકન ડોલર સામે રૂપિયો 81.92 ના સ્તર પર બંધ થયો હતો.