WhatsApp લાવી રહ્યું છે શાનદાર ફિચર્સ અાવી રીતે કરશે કામ

વિશ્વની સૌથી મોટી મેસે્જિંગ એપ Whatsapp પર એક વધુ શાનદાર ફીચરનો ઉમેરો થઈ રહ્યો છે. ફેસબુકની માલિકી ઙરાવતા Whatsapp પર ટૂંક સમયમાં તેના 1.5 મિલિયનથી વધુ એક્ટીવ યુઝર્સ માટે ગ્રુપ વીડિયો કોલિંગ ફીચર લાવશે.જો કે આ ગ્રુપ વીડિયો કોલની સુવિધા આપનાર વોટ્સએપ પહેલું એપ નથી.વીડિયો કોલિગ એપ ઇમોમાં પહેલેથી જ ગ્રુપ વીડિયો કોલિંગની સુવિધા અાવેલી છે.

WABetaInfo ના અહેવાલ મુજબ Whatsapp ગ્રુપ વીડિયો કોલિંગની સુવિધા પહેલા એન્ડ્રોઇડ યુઝર્સને આવશે અને તે પછીથી iOS અને વિન્ડોઝ માટે અપડેટ્સ મળશે.આ ફીચરનું ટેસ્ટિંગ હાલમાં Android ના બીટા વર્ઝન 2.18.39 પર ચાલી રહ્યુ છે.

આ વીડિયો કોલિંગ ફિચરની અપડેટ પછી ગ્રૂપમાં મહત્તમ 4 ઉપભોક્તા અને વ્યક્તિગત ચેટમાં 3 ઉપભોક્તાનો સમાવેશ થશે.ગ્રૂપ વીડિયો કોલિંગ દરમિયાન યુઝર્સને Add Person આઇકોન દેખાશે જેમાંથી ક્લિક કરીને ગ્રુપના 4 લોકોને જોડી શકાશે.નામ સિલેક્ટીંગ પછી તે લોકો પાસે નોટફિકેશન અાવશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com