દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે અતિક્રમણ વિરોધી અભિયાન અંગે બેઠક કરશે. આ દરમિયાન, શાહીન બાગ, મદનપુર ખાદર, ન્યુ ફ્રેન્ડ્સ કોલોની, મંગોલપુરી, કરોલ બાગ, ખ્યાલા અને લોધી કોલોની સહિત દિલ્હીના ઘણા વધુ વિસ્તારોમાં ત્રણ સ્થાનિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન સામે રણનીતિ નક્કી કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સિવિલ લાઈન્સ સ્થિત મુખ્યમંત્રી આવાસ પર આ બેઠક મળશે
છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ભાજપ શાસિત કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્ગારા તેનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ કાર્યવાહી હજુ ચાલુ છે. ધારાસભ્યો સાથેની આ બેઠકમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી કાર્યવાહી અંગે વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે.
શુક્રવારે નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને અતિક્રમણ વિરોધી અભિયાનના નામે ‘વિનાશ’ અટકાવવા વિનંતી કરી હતી. નાયબ મુખ્યપ્રધાને ભાજપની બુલડોઝરની રાજનીતિની ટીકા કરી હતી