100 % FDIથી બદલાશે અર્થવ્યવસ્થા પણ રોજગારી માટે જાવી પડશે રાહ

કેન્દ્ર સરકારે વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે FDI નીતિમાં મહત્વના ફેરફારની જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટે સિંગલ બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગમાં ઓટોમેટિક રુટ હેઠળ 100 ટકા FDIનો નિર્ણય કર્યો છે. કંન્સ્ટ્રક્શન સેક્ટરમાં પણ હવે 100 % FDIને પરમીશન મળી છે.સાથે સાથે સરકારે એર ઇન્ડિયામાં પણ વિદેશી કંપનીને 49 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. હવે કેન્દ્ર સરકારના 100 % FDIના નિર્ણયથી ભારતીય અને વિદેશી કંપનીઓ વેપાર કરવામાં સરળ બનશે.મોટા ભાગના વેપારીઓનો દાવો છે કે કેન્દ્ર સરકારના અા નિર્ણયથી ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં વધારો થશે.
કેન્દ્ર સરકારને તેમની ફ્લેગશીપ પ્રોગ્રામ મેક ઈન ઈન્ડીયાને પણ આગળ વધારવાની તક મળશે. ખરેખર ઘણા ક્ષેત્રોમાં 100 ટકા એફડીઆઈથી કોઈ પણ ક્ષેત્રમાં કોઈ ભારતીય કંપની અથવા વિદેશી કંપની સંપૂર્ણ હિસ્સો લઈ શકશે.
એર ઈન્ડિયામાં 100 ટકા હિસ્સો (49 ટકા વિદેશી રોકાણ) ના નિર્ણયથી હવે સ્પષ્ટ થઈ જાય છે કે કંપની ખાનગી હાથોમાં જવા તૈયાર છે. જો કે હજુ પણ એર ઇન્ડિયાના મોટા શેર કોઈ ભારતીય ખાનગી કંપનીના હાથમાં જ રહેશે પરંતુ હવે કોઈ વિદેશી ભાગીદારીની મદદથી તે એર ઈન્ડિયાને સંપૂર્ણ રીતે હસ્તાંતરણ કરવાની યોજના બનાવી શકે છે.વિશેષતા એ છે કે હવે ખાનગી કંપનીઓ એર ઈન્ડિયાને તેની ખોટ સહિત ખરીદીને વધુ સક્ષમ થઈ જશે.હવે 30 ટકા ઉત્પાદનમાં વિદેશી કંપનીઓને ભારતમાં વેચાણ કરવાનું અનિવાર્ય નહી થાય.વિદેશી કંપનીઓને 30 ટકા આ નિયમમાં 5 વર્ષ સુધી છૂટ છે જ્યારે તે ઉત્પાદન દેશમાજ પ્રોડક્ટ તૈયાર કરે.આ રાહત દ્વારા હવે વિદેશી કંપની ભારતમાં ઉત્પાદનો વેચવા માટે ગ્લોબલ સોર્સિંગ હેઠળ ભારતમાં ઉત્પાદનો વેચી શકશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com