અમદાવાદની કુખ્યાત ડ્રગ્સ પેડલર અમીનાડૉનને થોડાક દિવસ અગાઉ અમદાવાદ SOG અને ક્રાઇમબ્રાન્ચે સંયુક્ત ઓપરેશન પાર પાડી એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યું હતું હાલ મહિલા ડૉન જેલના સળિયા ગણી રહી છે
તેમજ પોલીસના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમીના ડ્રગ્સની કમાણી માંથી આલીશાન મકાન બનાવામાં આવ્યુ હતુ જેને લઇ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગની ટીમ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી અમદાવાદના કાલુપુરમાં આવેલી ભંડેરીનીપોળ જયાં અમીના ડૉનનું નિવાસસ્થાનન તોડી પાડવાની કાર્યવાહી બપોરે 1 વાગ્યથી એસ્ટેટ વિભાગ દ્રારા હાથધરવામાં આવી હતી જેમાં અમીના ડૉનના હાથ નીચે 100 જેટલા પેડલરો કામ કરતા હતા જયાં ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવી લાખો રૂપિયા ખંખેરવામાં આવતા હતા
દરિયાપુરનો ડૉન લતીફ સમયે અમીના દારૂના ધંધા જોડાયેલી હતી ત્યાર બાદ 2001 તે બ્રાઉનસુગર સાથે ઝડપાઇ હતી જે અંગે 10 વર્ષની સજા પણ ભોગવી ચૂકી છે ત્યાર બાદ તેણ પુન એમ ડી ડ્રગ્સનો કારોબાર શરૂ કર્યો હતો
સૂત્રો જણાવ્યા અનુસાર ગાંધીનગર સુધીથી માલેતુજાર નબીરાઓ અમીના ડૉનના ઘરે ડ્રગ્સ લેવા આવતા હતા અને તેના ઘરમાં એક ગુપ્ત રૂમ પણ આવેલું હતું જેમાં નબીરાઓ નશામાં મોઘાદાટ ફોન પણ ગીરવે મૂકી નશાના અજગરી ભરડામાં સંપડાઇ ગયા હતા. આ આગઉ પણ અસ્ટેટ વિભાગ દ્રારા બંધાકામ તોડવા નોટિસ પાઠવી હતી પરંતુ જે તે સમયે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ન મળતા ડિમોલેશનની કામગીરી મુલતવી રાખવી પડી હતી
આ અંગે એસ્ટેટ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે કોઇ પણ જાતની બંધાકામ માટેની મંજૂરી લેવામાં આવી ન હતી તેમજ ટાઉન પ્લાન પણ મંજૂર ન હોવાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આજુબાજુના માલ-મિલક્તને નુકશાન ન પહોંચે તેની પણ પૂરતી તકેદારી અને પ્રિકોશન સાથે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથધરવામાં આવી હતી