ફિલ્મ લવરાત્રીનું ટિઝર રિલીઝ

સલમાન ખાનના પ્રોડક્શનની ફિલ્મ લવરાત્રીનું ટિઝર લૉન્ચ થઇ ગયું છે, આ ફિલ્મમાં સલમાન ખાન પોતાના બનેવી આયુશ શર્માને લૉંચ કરી રહ્યો છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ પોતાના નામમનાં કારણે વિવાદોમાં આવી ગઇ છે. સલમાને લવરાત્રીના ટિઝર લૉન્ચની જાણકારી આપતા ટ્વીટર પર લખ્યું,”પ્રેમમાં ખોવાઇ જાવ લવરાત્રીનાં સંગે” ટિઝરમાં આયુશ શર્મા પોતાની એક્ટ્રેસ વરીના હુસૈન સાથે રોમાન્સ કરતો નજર આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કેસ ફિલ્મનાં નામનો કેટલાક હિંદુ સંગઠને વિરોધ કર્યો છે. આગરામાં હિંદુ આગે નામનાં સંગઠને સલમાનને પદ્માવતનાં નિર્દેશક સંજય લીલા ભણશાલી માફક મારવાની પણ ધમકી આપી છે. સલમાન ખાન આ ફિલ્મનો પ્રોડ્યૂસર છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com