IPL સ્ટારે એક જ ઓવરમાં એશિયા કપનો વિજેતા નક્કી કરી લીધો, આ રીતે પલટી નાખી મેચ

0
70

ટ્રાંજિશન પીરિયડમાંથી પસાર થઇ રહેલી શ્રીલંકન ક્રિકેટ ટીમે કમાલ કરી દીધો છે. પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને શ્રીલંકાએ એશિયા કપનો ખિતાબ જીત્યો છે. જ્યા લાગ્યુ કે મેચ કોઇ એક પક્ષમાં જઇ રહી છે પરંતુ દર વખતે રમતે પાસુ બદલ્યુ અને અંતમાં શ્રીલંકા વિજેતા બન્યુ હતુ.શ્રીલંકા માટે સૌથી મોટી કમાલ વાનિંદુ હસરંગાએ કરી હતી, જેને પહેલા બેટ અને પછી બોલિંગથી પાકિસ્તાનને હંફાવી દીધુ હતુ.

વાનિંદુ હસરંગાએ એક ઓવરમાં નક્કી કરી લીધુ કે એશિયા કપમાં કોણ ચેમ્પિયન બનશે.વાનિંદુ હસરંગાની મેચ વિનિંગ ઓવર16.1 ઓવર- મોહમ્મદ રિઝવાન આઉટ (55 રન)16.2 ઓવર- 1 રન16.3 ઓવર- આસિફ અલી આઉટ (0 રન)16.4 ઓવર- 1 રન16.5 ઓવર- ખુશદિલ શાહ વિકેટ (2 રન)16.6 ઓવર- 0 રનહસરંગાની આ ઓવર શરૂ થયા પહેલા પાકિસ્તાનનો સ્કોર 4 વિકેટે 110 રન હતો અને તેને જીતવા માટે 24 બોલમાં 61 રનની જરૂર હતી, આ મુશ્કેલ હતુ પરંતુ ક્રીઝ પર સેટ બેટ્સમેન તેની માટે આશા જગાવી રહ્યા હતા.

હસરંગાની ઓવર જ્યારે પૂર્ણ થઇ ત્યારે પાકિસ્તાનનો સ્કોર સાત વિકેટે 112 રન હતો. પાછળના બેટ્સમેન ક્રીઝ પર જલ્દી આવી જતા પાકિસ્તાનની હાર નક્કી થઇ ગઇ હતી.મહત્વપૂર્ણ છે કે આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 170 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ઇનિંગને ભાનુકા રાજપક્ષેએ સંભાળી હતી અને જેને 71 રન બનાવ્યા હતા. પાકિસ્તાન જ્યારે બેટિંગ કરવા આવ્યુ તો તેને શરૂઆતના ઝટકા લાગ્યા હતા અને તેનો સર્વોચ્ચ સ્કોરર મોહમ્મદ રિઝવાનનો સ્ટ્રાઇક રેટ પણ ધીમો રહ્યો હતો જેને કારણે પાકિસ્તાન પર અંતમાં દબાણ બન્યુ હતુ.

વર્લ્ડ ક્રિકેટમાં છવાયેલો છે હસરંગા, IPLમાં પણ સ્ટારવાનિંદુ હસરંગાએ 44 ટી-20 મેચમાં 71 વિકેટ ઝડપી છે, તેના નામે હેટ્રિક પણ છે. આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ માટે રમતા વર્ષ 2022માં વાનિંદુ હસરંગાએ 16 મેચમાં 26 વિકેટ ઝડપી હતી.