બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર: રાહુલ ગાંધીનું ‘વોટ ચોરી’ ફેક્ટર નિષ્ફળ, નાના પક્ષો કરતાં પણ ખરાબ પ્રદર્શન
બિહાર વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ છે. આ ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે અનેક પ્રકારે મહેનત કરી પરંતુ કોંગ્રેસને કઈ જ ફાયદો થયો નથી. આમ તો દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા બિહારમાં જોરદાર પ્રચાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે પણ બિહારમાં સારો પ્રચાર કર્યો હતો.
કોંગ્રેસે બિહારના લોકોને પોતાની પાર્ટીમાં મત આપવા માટે અનેક લોભામણી જાહેરાતો કરી હતી, પરંતુ આ વાયદાઓ કોંગ્રેસને બચાવી શક્યા નથી. જે પણ મુદ્દો કોંગ્રેસે બિહાર ચૂંટણીમાં પ્રચાર માટે વાપર્યો હતો તેનું કઈ પરિણામ આવ્યું હોય તેવું લાગતું નથી

રાહુલ ફેક્ટર બિહાર સંપૂર્ણ રીતે પરિણામરહિત
ખાસ કરીને વાત કરવામાં આવે તો, કોંગ્રેસે એવું ધાર્યું હતું કે, રાહુલ ફેક્ટર બિહારમાં ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરી શકે છે. રાહુલ ગાંધીએ છેલ્લા ઘણા મહિનાઓથી વારંવાર વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો.
અનેક વખત પ્રેસ કોન્ફરન્સ યોજીને વોટ ચોરી થયાનો દાવો કર્યો હતો. આ સાથે સાથે બિહારમાં અસંખ્ય રેલીઓ યોજી હતી. આ ઉપરાંત, પદયાત્રા પણ કરી હતી. હાઇડ્રોજન બોમ્બ વડે ભાજપ પર આરોપ લગાવ્યાં એટલું જ નહીં પરંતુ ભારતની ચૂંટણી પંચને પણ શંકાના દાયરામાં લીધું હતું તેમ છાતાં રાહુલ ગાંધી બિહારમાં કોંગ્રેસને સફળતા અપાવી શક્યા નથી.
રાહુલ ગાંધી અને કોંગ્રેસના દરેક ચૂંટણી સમીકરણો પોકળ
આજે મતગણતરી શરૂ થઈ ત્યારે બિહારની જનતાએ કોંગ્રેસને બાય બાય કહ્યું છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના દરેક ચૂંટણી સમીકરણ પોકળ સાબિત થયાં છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામેના આરોપો મોટાભાગે બિનઅસરકારક સાબિત થયાં છે.

કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન લોક જનશક્તિ પાર્ટી, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન અને હિન્દુસ્તાની અવામ મોરચા કરતા પણ ખરાબ રહ્યું છે. ચૂંટણીના બપોર પછીના આંકડા બતાવી રહ્યાં છે કે, કોંગ્રેસ પાર્ટીને ખાલી 10 બેઠક પણ મળી શકે તેમ નથી.
રાહુલ ગાંધીએ મહેનત કરી પણ લોકોને કોંગ્રેસ પર ભરોસો નથી
કોંગ્રેસ આટલી મોટા પાર્ટી છે તેમ છતાં પણ નાની પાર્ટીઓ જેવું પ્રદર્શન પણ કરી શકી નથી. રાહુલ ગાંધીને યુવાને આકર્ષીત કરવા માટે ખૂબ મહેનત કરી હતી, પરંતુ ખાસ કઈ પરિણામ મળ્યું નથી. કોંગ્રેસ પાર્ટીએ આ વખતે વોટ ચોરી મુદ્દે ભાજપ અને ચૂંટણી પંચ પર અનેક આક્ષેપો કર્યા હતાં. જેના માટે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.
સોશિયલ મીડિયામાં અનેક લોકોએ રાહુલ ગાંધીના આ માટે વખાણ પણ કર્યાં હતા, પરંતુ વાસ્તવમાં લોકોએ કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ કરવાનું છોડી દીધું છે, બિહાર વિધાનસભા ચૂંટણી તેનું ઉદાહરણ સાબિત થયું છે.

