આ વખતે વહેલો ચોમાસુ આવવાનું હવામાન વિભાગનું અનુમાન 27 મેથી કેરળમાં બેસશે ચોમાસું

0
59

રાજ્યસહિત દેશભરમાં આ વખતે ગરમીએ તમામ હદ વટાવી છે. દેશના કેટલાક રાજ્યમા ગરમીનો પારો 48 ડિગ્રીને પાર ઉચકી ગયો છે. હાલ અગનગોળા વરસાવતી ગરમીને લઇ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.તે વચ્ચે હવામાન વિભાગ દ્ઘારા આગાહી કરવામાં આવી છે કે આ વખતે દેશમાં ચોમાસુ વહેલા આવશે 27 મે પહેલા કેરળ ચોમાસાના આગમન શક્યતા હવામાન વિભાગ દ્ઘારા આગાહી કરવામાં આવી છે દર વર્ષ કરતા આ વર્ષે 1 અઠવાડિયા વહેલુ ચોમાસું આવવાના શક્યતા વ્યકત કરાઇ છે જેને લઇ લોકોને પણ ઘગઘગતી ગરમીથી રાહત મળશે વહેલા ચોમાસુ આવતા ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. હાલ પુરતા પ્રમાણ પાણીના મળતા પાકની સિંચાઇમાં ઘણી મુશ્કેલી થઇ રહી છે.