વલસાડ શહેરમાં એકજ ચર્ચા,પાર્ટી અંગે ‘બાતમી’ કોણે આપી ?

0
327

વલસાડના કાજણહરિ ગામની દારૂની પાર્ટી ઉપર પોલીસે પાડેલી રેડ પ્રકરણમાં નાનકવાડા ગ્રામપંચાયતના સરપંચ વિનોદ પટેલ સહિત ચારને રિમાન્ડ ઉપર લઈ પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકરણમાં એવી ચર્ચા પણ વહેતી થઈ છે કે વિનોદ પટેલ છેલ્લા એક મહીનાથી કોઈને ગણતા ન હતા અને પોતે હાઈ લેવલમાં સાથે ઘરોબો રાખતા હોવાની આડકતરી છાપ ઉભી કરવામાં વ્યસ્ત થઈ જતા તેઓને ફરી જમીન ઉપર લાવવા કોઇએ બાતમી આપી હોવાની વાતો પણ માર્કેટમાં ચર્ચાઈ રહી છે.

અત્રે નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં વાવણીલાયક વરસાદ પડતા તેની ખુશીમાં કાંજણહરિ ગામમાં કથાનું આયોજન કરાયું હતું.
કથાના આ પાવન પ્રસંગ બાદ દારૂની મહેફિલ યોજવામાં આવી હોવાની વાતનો ખુલાસો થયો છે.

વલસાડના કંજણહરિ ગામમાં ચાલતી દારૂની મહેફિલમાં LCBની ટીમે રેડ પાડી હતી. વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને નાનકવાડા ગ્રામપંચાયતના સરપંચ વિનોદ પટેલ તેમજ એક સગીર સહિત 41 લોકો દારૂની મહેફિલમાં ઝડપાયા હતા.
અહીં એક બંગલામાં યોજાયેલી દેશી અને વિદેશી બન્ને પ્રકારના દારૂની વ્યવસ્થા હતી
LCBની ટીમે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો અને હાલમાં વલસાડ ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે.
નાનકવાડા ગ્રામપંચાયતના સરપંચ વિનોદ પટેલ, ડેપ્યુટી સરપંચ અને સભ્ય તેમજ તેમના સમર્થકો દારૂની રેડ દરમિયાન ઝડપાયા બાદ ગામનો વહીવટ પણ ઠપ્પ થઈ ગયો છે.
કહેવાય છે કે આ પાર્ટીમાં હાજર કેટલાક ભાજપના આગેવાનો અગાઉથીજ રવાના થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે સવાલ એ થાય કે આ અગ્રણીઓ કોણ હશે ?
બીજું એક એવી વાત પણ વહેતી થઈ છે કે જે પકડાયા તેમાં કેટલાકતો પ્રસંગ માં જમવા આવ્યા હતા જોકે,જે રવાના થઈ ગયા તેમાં કેટલાક રાજકીય આગેવાન હોવાનું કહેવાય છે.
સરપંચ વિનોદ પટેલ અગાઉ પણ માટી પ્રકરણમાં ભારે ચર્ચામાં રહયા છે અને ફરી પાછા હવે દારૂ પ્રકરણમાં ગાજતા ફરી વિવાદમાં આવી ગયા છે.