ધો.10નું પરિણામ 24 મેએ જાહેર થાય તેવી સંભાવના

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ પરીક્ષાનું પરિણામ ર૪ મેના જ જાહેર કરવામાં અાવે તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓ www.gseb.org વેબસાઇટ પર આ પરિણામ જોઇ શકશે. ધોરણ-૧રનું ચાલુ મહિનાના ત્રીજા સપ્તાહ એટલે કે તારીખ ૩૦ મે સુધીમાં જાહેર થાય તેવી શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે ૧.ર૦ કરોડ ઉત્તરવહીઓની ચકાસણીનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે પરિણામ બનાવવાની કામગીરી ચાલુ છે. વિદ્યાર્થીઓ www.gseb.org વેબસાઇટ પર આ પરિણામ જોઇ શકશે. ૧ર માર્ચ, ર૦૧૮ના દિવસે ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા શરૂ થઇ હતી. ૧૭ લાખ ૧૪ હજાર ૯૭૯ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાં ધો. ૧૦ના ૧૧ લાખ ૩ હજાર ૬૭૪ વિદ્યાર્થી અને ધોરણ-૧ર સામાન્ય પ્રવાહના ૪,૭૬,૬૩૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત રાજ્યના ૧પ૪૮ કેન્દ્ર પર ૧૭,૧૪,૯૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાં અમદાવાદ શહેરમાં કુલ ૧,૧૪,૮૮૦ વિદ્યાર્થીઓ, અમદાવાદ જિલ્લામાં ધોરણ ૧૦ના ૬૯,૩૯૦ વિદ્યાર્થીઓ. ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં ૩ર,૯૭૦ વિદ્યાર્થીઓ, ધોરણ-૧૦માં ૭ ઝોન અને ૩૭ કેન્દ્ર તથા ર૩૯ પરીક્ષા સ્થળો, ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં પ ઝોન, ૩૧ કેન્દ્ર અને ૧૧૭ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાઇ હતી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com