એક તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અને બીજી તરફ પક્ષપલટાની મોસમ બની પુરજોશમાં ચાલી રહ્યા છે તમામ પાર્ટીઓમાં નેતાઓની અવર-જવર જોવા મળી રહી છે જો કે ગુજરાતમાં આ પ્રકારની રાજનિતી નવી નથી હવે તો શાસકપક્ષ ભાજપમાંથી પણ નેતાઓ કાર્યકરો છેડો ફાડતા નજરે પડી રહ્યા છે ગીર સોમનાથમા ભાજપ અને આમ આદમી પાર્ટીમાં ભડકો થયો છે બંને પાર્ટીના નેતા અને કાર્યકરોએ પંજોનું હાથ પકડ્યુ છે
જેમાં ગીરસોમનાથના AAP ના સંયુક્ત સચિવ અશ્વિન ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા તો બીજી તરફ ગીર સોમનાથના ભાજપના નેતા રાજા ભાઇ ચારિયાએ સમર્થકો સાથે કોંગ્રેસનું ખેસ ધારણ કરી લીધું છે તો બીજી તરફ કચ્છ ખાવડામાંથી પણ ભાજપ ભંગાણ પડ્યો છે 100 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસના ઉમેદવાર અરજણ ભૂંડિયાના હસ્તે કોંગ્રેસના ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયા છે.