શ્રીલંકામાં ખાવાના ફાંફા , વિક્રમસિંઘેએ કહ્યું- હજુ પરિસ્થતિ વધુ ખરાબ થશે.

0
103

શ્રીલંકાના નવા વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે શુક્રવારે ચેતવણી આપી હતી કે દેશની વર્તમાન આર્થિક સ્થિતિ સુધરે તે પહેલા વધુ ખરાબ થવાની સંભાવના છે. શ્રીલંકા અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને ત્યાં ઈંધણની તીવ્ર તંગી છે.

શ્રીલંકામાં રહેવું મુશ્કેલ છે
જેમાં ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે. શ્રીલંકાના કેટલાક નાગરિકોને ખોરાક છોડવાની ફરજ પડી છે. કટોકટીનો સામનો કરવામાં સરકારની નિષ્ફળતાથી નારાજ, હિંસક વિરોધ ફાટી નીકળ્યો અને મહિન્દા રાજપક્ષેને સોમવારે વડા પ્રધાન તરીકે રાજીનામું આપવાની ફરજ પડી હતી.

શું કહ્યું વિક્રમસિંઘે?
દેશના 26માં વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળનાર વિક્રમસિંઘેએ બીબીસી સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ સુનિશ્ચિત કરશે કે દેશના પરિવારોને દિવસમાં ત્રણ વખત ભોજન મળે. વિશ્વભરમાંથી વધુ આર્થિક મદદની અપીલ કરતાં નવા વડાપ્રધાને કહ્યું, ‘ભૂખની સમસ્યા નહીં હોય, અમને ભોજન મળશે.’

વડા પ્રધાને ચેતવણી આપી હતી કે દેશની સૌથી ખરાબ આર્થિક કટોકટી “સારું થાય તે પહેલાં વધુ ખરાબ થશે”. શ્રીલંકાની અર્થવ્યવસ્થાને “ફ્રેક્ચર” તરીકે વર્ણવતા, તેમણે કહ્યું કે શ્રીલંકાના લોકોને તેમનો સંદેશ “ધીરજ રાખો, હું વસ્તુઓને પાટા પર લઈ જઈશ”