સમાજના અગ્રણીઓ હાજર ન રહેતા વર્લ્ડ પાટીદાર ફેડરેશન બેઠકનો થયો ફિયાસ્કો

0
59

વિધાનસભાની ચૂંટણીને લઇ રાજ્કીય પક્ષોની સાથો સાથે તમામ સમાજ પણ સક્રિય બન્યા છે પાટીદાર સમાજને ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મહત્વનું ફેકટર માનાવામાં આવે છે કહેવાયા છે જે પક્ષ તરફ પાટીદારોનો ઝુકાવો હોય તેની ગુજરાતમાં જીત નક્કી મનાય છે. જેને લઇ તમામ રાજ્કીય પાર્ટીઓ પણ જાતિગત સમીકરણોને આધારે ટિકિટઓની વહેંચણી કરી રહી છે.

 

તે વચ્ચે અમદાવાદના સોલા ધામ ખાતે વર્લ્ડ પાટીદાર ફેડરેશનની બેઠક મળવાની હતી અને આ બેઠકને એક ચૂંટણીલક્ષી તરીકે પણ માનવામાં આવી રહ્યુ હતું પરંતુ ચૂંટણી પહેલા બેઠકમાં ફિયાસ્કો થયો છે મોટાભાગના આગેવાનો બેઠકમાં ગેરહાજર રહ્યા છે જોકે આ બેઠકમાં સમાજ ફાંટા પડતા તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયુ છે આ બેઠકમાં ઉંઝાના ઉમિયાધામ સીદસરના અગ્રણી જે રામ પટેલે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે આ બેઠક કોઇ ચૂંટણીલક્ષી ન હોતી પંરતુ ગતરોજ સુપ્રિમકોર્ટના જે નિર્ણય આવ્યો છે તેને લઇને આ બેઠક મળી હતી જોકે અન્ય આગેવાનો હાજર ન રહેતા આ બેઠક નિષ્ફળ નિવડી છે