15 C
Ahmedabad
Sunday, January 23, 2022

The World’s Most Powerful Woman : નાણા મંત્રી નિર્મલા સીતારમણ,ભારતની સૌથી પાવરફુલ મહિલા જાણોવિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓ

Must read

વિશ્વના સૌથી ચર્ચિત મેગેઝિન એ દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની લિસ્ટ જાહેર કરી છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ આ યાદીમાં સ્થાન મળ્યું તેમને આ લિસ્ટમાં 37મું સ્થાન આપવામાં આવ્યું છે. ફોર્બ્સની ‘વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓ’ની યાદીમાં સતત ત્રીજી વખત સ્થાન મળ્યું છે.નિર્મલા સીતારમણે અમેરિકાની જેનેટ યેલેનને પાછળ છોડી દીધીઆ વખતે નિર્મલા સીતારમણે લિસ્ટમાં પોતાના સ્થાનમાં ઘણો સુધાર કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન કરતાં બે સ્થાન આગળ છેફોર્બ્સે નાયકા ના ફાઉન્ડર અને CEO ફાલ્ગુની નાયરનું નામ પણ તેની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓ’ની યાદીમાં રાખ્યું છે આ યાદીમાં તેણીને 88મું સ્થાન મળ્યું છે. ફાલ્ગુની નાયર શેરબજારમાં તેની કંપનીની જોરદાર શરૂઆત કર્યા પછી, તાજેતરમાં જ ભારતની સાતમી મહિલા અબજોપતિ અને સૌથી ધનિક સ્વ-નિર્મિત અબજોપતિ બની છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ફાલ્ગુની નાયર સિવાય ફોર્બ્સે વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓ ની યાદીમાં ભારતની અન્ય એક મહિલાને સ્થાન આપ્યું છે ફોર્બ્સે એચસીએલ ટેક્નોલોજીસની ચેરપર્સન રોશની નાડરને 52મું સ્થાન આપ્યું છે રોશની નાડર દેશમાં આઈટી કંપનીનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી છે. ફોર્બ્સે આ યાદીમાં બાયોકોનના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર શૉને પણ સામેલ કર્યા છે અને તેમને 72માં સ્થાને રાખ્યા છે ફોર્બ્સની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં મેકેન્ઝી સ્કોટને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે મેકેન્ઝી સ્કોટ વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસ એમેઝોન ગ્રુપના માલિક ની પૂર્વ પત્ની છે. વર્ષ 2019માં બંનેએ છૂટાછેડા લીધા હતા. આ યાદીમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ બીજા સ્થાને છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article