અમદાવાદ ભાજપના આ છે નવા મુરતિયાઓ જાણો કયા કયા નવા ચહેરાઓને મળી ટિકિટ

0
61

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. અને તમામ રાજકીય પાર્ટીઓની નજર ભાજપના ઉમેદવારો પર હતી અને આજે ભારતીય જનતા પાર્ટી દ્રારા સત્તાવાર 160 જેટલા મુરતિયાઓની યાદી જાહેર કરી તમામ અટકળોનું અંત આણ્યું છે. જે

 

 

भूपेंद्र यादव ही रहेंगे प्रभारी, हरीश द्विवेदी के प्रमोशन पर भारी पड़ा उनका  बिहार मोह | Union Minister Bhupendra Yadav will be Bihar in-charge of BJP,  instead of Harish Dwivedi - Dainik

ભાજપની પ્રથમ ઉમેદવારોની યાદીમાં 38 જેટલા ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે અને 69 નવા ચહેરાઓ સામેલ કરવામાં આવ્યા છે . ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો મોટાભાગની બેઠક પર નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે જેમાં નરોડ બેઠક પરથી પાયલ કુકરાણીને ટિકિટ અપાઇ છે અને બલરામ થવાણીની બાદબાકી કરાઇ છે. અમરાઇવાડી બેઠક પરથી ડૉ હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી છે અને જગદીશ પટેલની બાદબાકી કરાઇ છે. મણિનગર બેઠક પરથી અમૂલ ભટ્ટને ટિકિટ અપાઇ છે અને સુરેશ પટેલનું પત્તું કપાયું છેઅ દરિયાપુર બેઠક પરથી કૌશિક જૈનને ટિકિટ આપવામાં આવી છે. નારાયણ પુરા બેઠક પરથી જીતુ ભગતને ભાજપ દ્રારા ટિકિટ અપાઇ છે. ઠક્કરબાપા નગર બેઠક પરથી ભાજપ દ્રારા કંચન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે દાણીલીમડા બેઠક પરથી નરેશ વ્યાસને ટિકિટ આપવામાં આવી છે તો વેજલપુર બેઠક પરથી અમિત ઠાકરને ટિકિટ અપાઇ છે. જમાલપુર- ખડિયા જે હાઇપ્રોફાઇલ બેઠકોમાંથી એક છે. ત્યાં ભૂષણ ભટ્ટને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ મુકી ટિકિટ ફાળવી છે. 2017 તેમની હાર કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની સામે થઇ હતી દરિયાપુર બેઠક પરથી કૌશિક જૈન પર પક્ષે પસંદગી ઉતારી છે.બાપુનગર બેઠક પરથી દિનેશ કુશાવાહાને ટિકિટ આપવામાં આવી છે