વિમેન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ મહિલા પ્રીમિયર લીગ (WPL) તરીકે ઓળખાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુધવારે આની જાહેરાત કરી. આ સાથે બીસીસીઆઈને આ લીગથી વધુ 4669.99 કરોડ રૂપિયાની કમાણી થશે. WPLની હરાજી બુધવારે મુંબઈમાં યોજાઈ હતી અને તે પછી પાંચ ફ્રેન્ચાઈઝીને માલિકીના અધિકારો મળ્યા હતા. બીસીસીઆઈએ આ પાંચ ફ્રેન્ચાઈઝીની યાદી શેર કરી છે.
’ .
The combined bid valuation is INR 4669.99 Cr
A look at the Five franchises with ownership rights for #WPL pic.twitter.com/ryF7W1BvHH
— BCCI (@BCCI) January 25, 2023
WPLમાં અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને લખનઉની ટીમો ભાગ લેશે. અદાણી સ્પોર્ટ્સલાઈન પ્રાઈવેટ લિમિટેડે રૂ. 1289 કરોડની સફળ બિડ કરી અને તે અમદાવાદની ટીમની માલિકી કરશે. ઈન્ડિયાવિન સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે 912.99 કરોડની સફળ બોલી લગાવી અને મુંબઈ ટીમની માલિકી કરશે. જ્યારે રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે રૂ. 901 કરોડની સફળ બોલી લગાવી હતી. બેંગ્લોરની ટીમ તેમની હશે. JSW GMR ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડે રૂ. 810 કરોડની બિડ કરી હતી અને તે દિલ્હીની ટીમની માલિકી ધરાવશે, જ્યારે કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડે લખનૌ ટીમના અધિકારો મેળવવા માટે રૂ. 757 કરોડની સફળ બિડ કરી હતી.