મોહમ્મદ શમીનું વિસ્ફોટક પ્રદર્શન વર્લ્ડ કપ 2023માં યથાવત છે. પોતાની શાનદાર બોલિંગથી વિપક્ષી ટીમના બેટ્સમેનોને ઘૂંટણીયે પડવા માટે મજબૂર કરનાર શમી હાલમાં વિશ્વના દિગ્ગજોમાં છવાઈ ગયો છે. એવામાં હવે એક સુંદરી શમી પર તેનું દિલ હારી બેઠી છે. તેથી તે તેના પ્રેમમાં એટલી પાગલ છે કે તેણે ખુલ્લેઆમ શમીને લગ્ન માટે પ્રપોઝ કર્યું છે
#Shami Tum apna English sudharlo, I’m ready to marry you
— Payal Ghoshॐ (@iampayalghosh) November 2, 2023
આ અભિનેત્રી શમી પર તેનું દિલ હારી બેઠી
જણાવી દઈએ કે આ બીજું કોઈ નહીં પરંતુ પોતાના સ્પષ્ટ નિવેદનો અને તેની સુંદરતા માટે જાણીતી અભિનેત્રી પાયલ ઘોષ છે, જેણે 2 નવેમ્બરે શ્રીલંકા સામે ભારતની જંગી જીત બાદ ટ્વિટ કર્યું હતું, જેમાં તેણે સ્પષ્ટપણે લખ્યું હતું કે ‘તમારી અંગ્રેજીમાં સુધારો કરો તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, મોહમ્મદ શમી.
તમે જે કહેશો એ હું કરીશ
પાયલે અહીં જ ન અટકી, તેણે આગળ લખ્યું, ‘મોહમ્મદ શમી, સેમિફાઇનલમાં તમારું બેસ્ટ આપવા માટે તમે મારી પાસેથી કેવા પ્રકારનો મોરલ સ્પોર્ટ ઈચ્છો છો એ મને કહો, હું વચન આપું છું કે તમે જે કહેશો તે હું ફોલો કરીશ, ભારતે ફાઇનલમાં પંહોચવાનું છે અને હું દિલથી ઈચ્છું છું કે એ માટે તમે હીરો બનો.
પાયલનું ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ
અભિનેત્રીનું આ ટ્વીટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, લોકો તેના પર જબરદસ્ત કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો પાયલના વખાણ કરતા થાકતા નથી, તો કેટલાક લોકો એવું પણ કહે છે કે આ પાયલનો પબ્લિસિટી સ્ટંટ છે, તે હેડલાઇન્સમાં રહેવા માટે આવી વાતો કરી રહી છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે મોહમ્મદ શમી તેના આ ટ્વીટનો જવાબ આપે છે કે નહીં.
શમીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે આ મેચમાં માત્ર 18 રન આપીને પાંચ વિકેટ લીધી હતી અને તેથી જ તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનનો પૂર્વ સ્ટાર બોલર શોએબ અખ્તર પણ શમીનો ફેન બની ગયો છે અને તેણે તેને અદભૂત બોલર પણ ગણાવ્યો છે.
વર્લ્ડ કપ મેચોમાં પાંચ વિકેટ લેનારા
કપિલ દેવ (1983)
રોબિન સિંઘ (1999)
વેંકટેશ પ્રસાદ (1999)
આશિષ નેહરા (2003)
યુવરાજ સિંહ (2011)
મોહમ્મદ શમી (2019)
મોહમ્મદ શમી (2023)
મોહમ્મદ શમી (2023)
રવિન્દ્ર જાડેજા (2023)
નોંધનીય છે કે શમીએ વર્લ્ડ કપ 2023, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકામાં બે મેચમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.