ભાજપની આ જ સ્ટાઇલ છે ડરાવો, ધમકાવો અને લોકોને પરેશાન કરો: ઈસુદાન ગઢવી

0
88

કેજરીવાલજીના અમદાવાદ પહોંચતા જ ગુજરાત પોલીસે આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર દરોડા પાડ્યા હતા, બે કલાક સુધી તપાસ કરી, કંઈ મળ્યું નહી, કહ્યું કે તે ફરી આવશે: ઈસુદાન ગઢવી

ત્રણ પોલીસવાળા આવ્યા હતા, તેમની પાસે કોઈ વોરંટ કે કોઈ કાગળ નહોતો, દેખીતી રીતે રેડ “અનધિકૃત” હતી. રેકોર્ડમાં ક્યાંય તેનો ઉલ્લેખ નહીં હોય, ગુજરાતમાં લોકોને હેરાન કરવાની આ ભાજપની સ્ટાઈલ છે: ઈસુદાન ગઢવી

ગુજરાત ‘આપ’ની ઓફિસ પર ભાજપના દબાણના કારણે અમદાવાદ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી: ઈસુદાન ગઢવી

ભાજપના 27 વર્ષના કુશાસનનો અંત આવવા જઈ રહ્યો છે ત્યારે દિલ્હી બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય પર અનઅધિકૃત રેડ કરવાની, પોલીસનો દુરુપયોગ કરવાનું ભાજપએ નક્કી કર્યું છે: ઈસુદાન ગઢવી

આ જ ભાજપ ની સ્ટાઈલ છે. પાંચ પાંચ દિવસ સુધી બધું તપાસ કરો અને પછી કઈ ના મળે એટલે કહી દો કે અમે રેડ નથી કરી: ઈસુદાન ગઢવી

રેડ ઉપર મારા ટ્વિટ કર્યા બાદ ભાજપની આબરૂનું ધોવાણ ના થાય તે માટે તે લોકોએ કહી દીધું કે આ એક અનઅધિકૃત રેડ છે: ઈસુદાન ગઢવી

તે લોકોને જેમ દિલ્હીમાં કશું ન મળ્યું એમ અહીંયા પણ કશું જ ન મળ્યું: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીની બીજી પણ ઓફિસો છે, ત્યાં આવો રેડ કરો અને ચેક કરો અમને કંઈ વાંધો નથી, પરંતુ તમે આ વાત છુપાઓ છો શું કામ?: ઈસુદાન ગઢવી

અમારા કાર્યકર્તાઓ અને ઓફિસમાં કામ કરનારો સ્ટાફ ડરી જાય તે માટેનું ભાજપના લોકોએ આ ષડયંત્ર રચ્યું છે: ઈસુદાન ગઢવી

આ પહેલા પણ દિલ્હીમાં મનીષ સીસોદીયાજી અને અરવિંદ કેજરીવાલજીના ઘરે રેડ પાડવામાં આવી હતી: ઈસુદાન ગઢવી

જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધતું જાય છે અને એના કારણે ભાજપ બોખલાઈ ગયું છે, ભાજપ ડરી ગયું છે: ઈસુદાન ગઢવી

પોલીસથી, સીબીઆઈથી, ઈડીથી અમને ડરાવશે પણ અમે ડરવાના નથી, અમે આમ આદમી પાર્ટીના સૈનિકો છીએ: ઈસુદાન ગઢવી

મારી ગુજરાતની જનતાથી વિનંતી છે કે તમામ કર્મચારીઓ, ખેડૂતો, બેરોજગારો બધા એકજૂટ થઈ જજો, ભ્રમિત ન થતા, અને આ વખતે ભાજપને ગુજરાતમાં તમે અરીસો દેખાડજો: ઈસુદાન ગઢવી

નવરંગપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના હિતેશભાઈ, પારસભાઈ તથા અન્ય જવાનોએ રેડ પાડી હતી: ગોપાલ ઇટાલિયા

નવરંગપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના હિતેશભાઈ અને પારસભાઈની તપાસ કરવામાં આવે: ગોપાલ ઇટાલિયા

જો એ પોલીસ જવાનું અસલી હતા તો એમને ભાજપે મોકલ્યા હતા અને જો એ જવાનો નકલી હતા તો એ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે: ગોપાલ ઇટાલિયા

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધતું જાય છે અને એના કારણે ભાજપ બોખલાઈ ગયું છે, ભાજપ ડરી ગયું છે. ભાજપના 27 વર્ષના કુશાસનનો અંત આવવા જઈ રહ્યો છે ત્યારે દિલ્હી બાદ ગુજરાત માં આમ આદમી પાર્ટી ના કાર્યાલય પર અનઅધિકૃત રેડ કરવાની, પોલીસનો દુરુપયોગ કરવાનું ભાજપએ નક્કી કર્યું છે.

કાલે સાંજે અરવિંદ કેજરીવાલજી 7:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થાય છે અને 8:30 વાગ્યાની આસપાસ અમદાવાદ પોલીસ અમારી ડેટા ઓફિસ પહોંચે છે. ઓફિસના દરવાજે ખુરશી લગાવેલી છે ત્યાં એક જવાન ખુરશી ઉપર બેસી જાય છે અને બાકીના જવાનો અંદર જાય છે. ત્યાં ઉપસ્થિત લોકોને પૂછે છે કે તમે શું કામ કરો છો? ત્યારબાદ અમારી ફાઈલો ચેક કરે છે, અમારા ડેટા ચેક કરે છે અને લગભગ એક દોઢ કલાકથી પણ વધારે અમારી આખી ઓફિસમાં ડેટા ચેક કરવાનું કામ કરે છે. તે લોકોને જેમ દિલ્હીમાં કશું ન મળ્યું એમ અહીંયા પણ કશું જ ન મળ્યું. અમને જ્યારે જાણ થઈ કે ઓફિસ ઉપર રેડ પડી છે તો અમે તપાસ કરાવી અને ખબર પડી કે આ રેડ ઉપરથી કોઈ દબાણના કારણે પાડવામાં આવી હોઈ શકે છે. ભાજપની આ જ સ્ટાઇલ છે ડરાવો, ધમકાવો અને લોકોને પરેશાન કરો.

રેડ ઉપર મારા ટ્વિટ કર્યા બાદ ભાજપની આબરૂનું ધોવાણ ના થાય તે માટે તે લોકોએ કહી દીધું કે આ એક અનઅધિકૃત રેડ છે. પણ અમે જ્યારે પોલીસ જવાનોને પૂછ્યું હતું કે તમે કોણ છો? શા માટે આવ્યા છો? તો તેમણે પોતાના આઈકાર્ડ પણ બતાવ્યા હતા. એટલે અહીંયા સવાલ એ છે કે ભાજપ આટલું બોખલાઈ કેમ ગયું છે? અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી ઉપર આખા ગુજરાતને વિશ્વાસ છે ત્યારે આ લોકો રેડ પાડીને શું સાબિત કરવા માંગે છે? આ પહેલા પણ દિલ્હીમાં મનીષ સીસોદીયાજી અને અરવિંદ કેજરીવાલજીના ઘરે રેડ પાડવામાં આવી હતી.

અત્યારે મેં અમદાવાદ પોલીસનું ટ્વીટ જોયું તેમણે કહ્યું છે કે કોઈ રેડ નથી થઈ, આ જ ભાજપ ની સ્ટાઈલ છે. પાંચ પાંચ દિવસ સુધી બધું તપાસ કરો અને પછી કઈ ના મળે એટલે કહી દો કે અમે રેડ નથી કરી. અમે સમજી શકીએ છીએ કે તમારું ચેકિંગ ઉપરથી થતું હશે અને દિલ્હીથી દબાણ આવતું હશે. ભાજપ હિટલર શાહી છે. પોલીસને કંઈ પણ બોલવાનો અધિકાર નથી, પોલીસનો દૂર ઉપયોગ કરવામાં આવે છે. મારી આ લોકોથી વિનંતી છે કે તમને લાગે તો આમ આદમી પાર્ટીની બીજી પણ ઓફિસો છે, ત્યાં આવો રેડ કરો અને ચેક કરો અમને કંઈ વાંધો નથી. પરંતુ તમે આ વાત છુપાઓ છો શું કામ? અમારા કાર્યકર્તાઓ અને ઓફિસમાં કામ કરનારો સ્ટાફ ડરી જાય તે માટેનું ભાજપના લોકોએ આ ષડયંત્ર રચ્યું છે.

હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે ભાજપ આવું બધું હજી ઘણું કરશે, સોશિયલ મીડિયા પર પણ ભાજપ અમારા વિરુદ્ધ ઘણા બધા નિવેદનો કરાવે છે, આમ આદમી પાર્ટીનો ખૂબ જ કુપ્રચાર કરવામાં આવે છે. એ એટલા માટે કરે છે કેમ કે ડિસેમ્બરમાં તમે ભૂલથી પણ ભ્રમિત થઇ જાઓ અને કમળનું બટન દબાવી દો એટલે 1500 રૂપિયા ગેસના અને 150 રૂપિયા પેટ્રોલ ડીઝલના કરી શકે અને એમની મલાઈ ચાલુ રહે તે માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. પોલીસથી અમને ડરાવશે અમે ડરવાના નથી, સીબીઆઈથી અમને ડરાવશે અમે ડરવાના નથી, ઈડીથી અમને ડરાવશે પણ અમે ડરવાના નથી, અમે આમ આદમી પાર્ટીના સૈનિકો છીએ. પણ મારી ગુજરાતની જનતાથી વિનંતી છે કે તમે ભ્રમિત ન થતા. તમામ કર્મચારીઓ, તમામ ખેડૂતો, તમામ બેરોજગારો બધા એકજૂટ થઈ જજો. આ વખતે ભાજપને ગુજરાતમાં તમે અરીસો દેખાડજો એવી મારી ગુજરાતની જનતાથી વિનંતી છે.

આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર છે, કટ્ટર દેશભક્ત પાર્ટી છે. અમે દેશ સેવા માટે રાજનીતિમાં આવ્યા છીએ. ગુજરાતની જનતાને અને દેશની જનતાને અમારા પર વિશ્વાસ છે એટલા માટે ભાજપની આ એક પણ ચાલ ચાલવાની નથી.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસમાં જે રેડ કરવામાં આવી હતી, તે રેડ દરમિયાન અમારા સંગઠન મંત્રીએ તે પોલીસ જવાનોનો પરિચય પૂછો તો તેમણે જણાવ્યું કે, તે નવરંગપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાંથી આવે છે અને એક ભાઈનું નામ હિતેશભાઈ અને બીજા ભાઈનું નામ પારસ ભાઈ હતું. બીજા જવાનો થોડા દૂર ઊભા હતા તેમના નામ વિશેની માહિતી નથી. તે લોકોએ અમારી ઓફિસમાં ડાયરી, કોમ્પ્યુટર, ટેબલના ખાના, કબાટો બધું જ ચેક કર્યું અને ત્યાં હાજર કાર્યકર્તાઓના આઈડી જોઈને તેમની પણ પૂછપરછ કરી કે, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો અને અહીંયા શું કામ કરો છો? હાલ અમદાવાદ શહેર પોલીસ અને ભાજપના લોકો કહી રહ્યા છે કે કોઈ રેડ નથી પાડવામાં આવી, તો અમારી તેમને વિનંતી છે કે નવરંગપુરા ડી સ્ટાફ માંથી હિતેશભાઈ અને પારસ ભાઈની તપાસ કરવામાં આવે.

અમારી ઓફિસમાં સીસીટીવી કેમેરા નથી પરંતુ ઓફિસની બાજુમાં એક બેંક આવી છે. તે બેંકના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે એ અમે નવરંગપુરા પોલીસ સ્ટેશનને લેખિતમાં રજુઆત કરવાના છીએ. અમારી એ પણ અપીલ છે કે આજે પોલીસ જવાનો વિશે અમે વાત કરીએ છીએ, તેમની ગઈકાલ રાતની કોલ ડીટેલ અને લોકેશન પણ જાણવામાં આવે. અમારું એ જ કહેવું છે કે જો એ પોલીસ જવાનું અસલી હતા તો એમને ભાજપે મોકલ્યા હતા અને જો એ જવાનો નકલી હતા તો એ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.