દ્રૌપદી મુર્મુ બુધવારે ઓડિશાના રાયરંગપુરના જગન્નાથ મંદિરે પહોંચી હતી. ત્યાં તેમણે મંદિરમાં પ્રાર્થના કરી. દેશના સર્વોચ્ચ બંધારણીય પદ માટે ચૂંટણી લડનારી તે દેશની પ્રથમ આદિવાસી મહિલા હશે.
એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ પણ મંદિર પરિસરની સફાઈ કરી હતી. 2015 માં ઝારખંડના રાજ્યપાલ તરીકે શપથ લેતા પહેલા, દ્રૌપદી મુર્મુએ ઓડિશામાં બે વખત ધારાસભ્ય તરીકે અને એક વખત રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી.
દ્રૌપદી મુર્મુએ જગન્નાથ મંદિર પરિસરમાં નંદીની પ્રતિમા સમક્ષ પ્રાર્થના કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2017માં પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુનું નામ સામે આવ્યું હતું.
કેન્દ્રએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોથી સજ્જ ‘Z પ્લસ’ સુરક્ષા પ્રદાન કરી છે. બુધવારે વહેલી સવારે સશસ્ત્ર ટુકડીએ મુર્મુની સુરક્ષા સંભાળી લીધી હતી.