આ વસ્તુથી વધે છે પેટની ચરબી

કેટલાક લોકોના શરીરમાં બીજે ક્યાંય ચરબી ન હોય, પરંતુ પેટ ફરતે ચરબીનાં ટાયર જામી ગયાં હોય છે એના કારણે ફિગર કઢંગું તો લાગે જ છે અને એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ નુકસાનકારક છે. પેટ ફરતેની ચરબી ઘટાડવા માટે તમે ગમે એટલી કસરત કરો, પરંતુ જો ડાયટમાંથી સિમ્પલ અને રિફાઈન્ડ શુગરને તિલાંજલિ ન આપો તો પરિણામ નથી મળતું, બ્રિટનના ન્યુટ્રિશનિસ્ટ અસોસિયેશનની એક બેઠકમાં રજૂ થયેલા અભ્યાસમાં રજૂ થયું હતું કે પેટ ફરતેની ચરબી ઉતારવા માગતા લોકોએ કસરત કરવા ઉપરાંત શુગર બંધ કરવી જરૂરી છે. તેમના ડાયટમાં સારી ચરબી ધરાવતી ચીજો પૂરતી માત્રામાં હોવી જરૂરી છે. ટૂંકમાં, પેટ પરની ચરબી ઓગાળવી હોય તો શુગર લેવાનું એવોઈડ કરવું જોઈએ, ફેટ નહીં, સંતુલિત આહારમાં ચરબી ઓછી હોય એ જરૂરી નથી, પરંતુ ફાઈબરનું પ્રમાણ વધુ હોય અને શુગર ન હોય એ મહત્ત્વનું છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com