2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં ઘણા બધા વિવાદો જોવા મળ્યા છે, જેમાં સૌથી મોટો અને તાજેતરનો શ્રીલંકાના એન્જેલો મેથ્યુસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં ’ટાઇમ આઉટ’ થનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે. પરંતુ અત્યાર સુધી આ એકમાત્ર વિવાદ નથી જે સામે આવ્યો છે. અહીં આ વર્લ્ડ કપમાં ટોચના પાંચ મુખ્ય વિવાદો પર એક નજર છે.એન્જેલોસમય સમાપ્ત થયો
અમ્પાયરે શ્રીલંકાના એન્જેલો મેથ્યુસને વિકેટ પડી ગયા બાદ બોલનો સામનો કરવામાં મોડું થવા બદલ આઉટ કર્યો હતો. વર્લ્ડ કપની રમતની સ્થિતિઓ અનુસાર, વિકેટ પડી ગયા પછી આગામી બેટર બે મિનિટમાં બોલનો સામનો કરવા માટે તૈયાર હોવો જોઈએ. બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની મેચમાં સદીરા સમરવિકરમાની વિકેટ પડતાં મેથ્યુઝ, સોમવાર, 6 નવેમ્બરે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ક્રીઝ પર આવ્યો હતો. મેથ્યુસ હેલ્મેટનો બેલ્ટ સરખો કરવામાં વ્યસ્ત રહેતા તેને તેના પ્રથમ બોલનો સામનો કરવામાં ત્રણ મિનિટથી વધુ સમય લાગ્યો હતો, તેને અપીલ બાદ પેવેલિયન પરત મોકલવો પડ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત બન્યું હતું જ્યારે કોઈ બેટરને ટાઇમ આઉટ કાયદા અનુસાર આઉટ કરવામાં આવ્યો હતો.
વિરાટ કોહલીની સદી દરમિયાન જે વાઈડ કહેવાયું ન હતું
વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરૂદ્ધ આ વર્લ્ડ કપની પ્રથમ સદી ફટકારી હતી. સદી સુધી પહોંચતી વખતે, કોહલીને તેના 100 સુધી પહોંચવા માટે ત્રણ રનની જરૂર હતી અને ભારતને મેચ જીતવા માટે બે રનની જરૂર હતી.બાંગ્લાદેશના સ્પ્નિર નસુમ અહેમદે લેગ સાઇડમાં એક બોલ માર્યો હતી. બોલ કોહલીના પેડમાંથી કીપર તરફ ગયો. વિરાટ ગુસ્સે દેખાતો હતો કારણ કે ઘણાને એવું લાગતું હતું કે બોલરે તેની 48મી સદીને નકારવા માટે જાણીજોઈને લેગ સાઇડથી નીચે ફેંક્યો હતો. જો કે, અમ્પાયર, રિચાર્ડ કેટલબરોએ તેને વાઈડ આપ્યો ન હતો અને કોહલી આખરે છગ્ગા સાથે તેની સદી સુધી પહોંચ્યો હતો. એટલે વાઈડ કોલ અપ્રસ્તુત બની ગયો હતો, પરંતુ તે મુસદ્દો ઈન્ટરનેટ પર ભારે ચગ્યો હતો.
પાકિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા મેચમાં ડીઆરએસ
ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માં એક રોમાંચક મુકાબલામાં, દક્ષિણ આફ્રિકાએ ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પાકિસ્તાનને માત્ર એક વિકેટથી હરાવ્યું. પાકિસ્તાન માટે આ મેચ નિણર્યિક હતી કારણ કે ત્યાં જીતવાથી સેમિફાઈનલમાં તેમનો રસ્તો થોડો સરળ બની શક્યો હોત, કારણ કે તેણે તેની આગામી મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું અને હવે ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. જો કે, નેટ-રન રેટને કારણે, સેમિ-ફાઇનલ સુધી પહોંચવા માટે માત્ર એક જીત પૂરતી નહીં હોય.
જીતવા માટે 271 રનનો પીછો કરતા જ્યારે કેશવ મહારાજ અને તબરેઝ શમ્સી ક્રિઝ પર હતા ત્યારે માત્ર એક વિકેટ હાથમાં હતી અને જીતવા માટે 11 રનની જરૂર હતી. એનગીડીને શાનદાર કેચઆઉટ કર્યા પછી, રઉફે શમ્સીને પેડ પર બોલ માર્યો અને તરત જ અપીલ કરી. તેણે નરી આંખે જોયું પણ અમ્પાયરે તેને નોટ આઉટ કહ્યો અને શમ્સી બચી ગયો. પાકિસ્તાને કોલની સમીક્ષા કરી અને તે અમ્પાયરનો કોલ હોવાનું બહાર આવ્યું, એટલે કે અમ્પાયરે તેને આઉટ આપ્યો હોત તો પાકિસ્તાન મેચ જીતી ગયું હોત.
લાઈટશો મૂર્ખાઈ : ગ્લેન મેક્સવેલ
ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે ડ્રીંક્સ બ્રેક દરમિયાન લાઇટ શોના વિચારની ટીકા કરી હતી જેમાં મેદાનની મધ્યમાં તમામ ફ્લડલાઇટ બંધ થઇ જાય છે અને લાઇટ શો શરૂ થાય છે જેમાં વિવિધ લાઇટો અને હાઇ-ઓક્ટેન મ્યુઝિક શરુ થાય છે. ભારે ઝગમગત અને ઘોંઘાટથી મેદાનમાં રહેલા ખેલાડીઓનું ધ્યાન વિચલિત થઇ જાય છે અને લાઈટશોથી આંખો અંજાઈ જાય છે. તેની ટીકા કરતાં, મેક્સવેલે કહ્યું, મને એવું લાગ્યું કે તેનાથી મને આઘાતજનક માથાનો દુખાવો થયો અને મારી આંખોને ફરીથી એડજસ્ટ કરવામાં મને થોડો સમય લાગે છે.
બીસીસીઆઈની ઇવેન્ટ: પાકિસ્તાન
પાકિસ્તાની ટીમના ક્રિકેટ ડિરેક્ટર મિકી આર્થરે જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે યોજાયેલ આઈસીસી વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન પાકિસ્તાનને મળેલા સમર્થનના અભાવથી તેઓ મૂંઝાઈ ગયા હતા. મેચ પછી બોલતા, આર્થરે ત્યાં સુધી કહ્યું કે તે આઈસીસી કરતાં બીસીસીઆઈ ઇવેન્ટ જેવું વધુ લાગે છે. માઈક પર માત્ર ભારતીય ખેલાડીઓને જ પ્રોત્સાહન મળે એવું સંગીત અને સ્લોગન વાગે છે, મેં આજે રાત્રે માઈક્રોફોન દ્વારા ’દિલ દિલ પાકિસ્તાન’ સાંભળ્યું નથી, તેમ મિકી આર્થરે જણાવતા વિવાદ થયો હતો.