મુંબઈ ટ્રાફિક પોલીસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ ટ્રાફિક પોલીસને પીએમ મોદીને લઈને ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેના પછી હોબાળો મચી ગયો હતો. કોલ સિવાય મુંબઈ ટ્રાફિક પોલીસને ધમકીભર્યો મેસેજ પણ મળ્યો છે. પીએમ મોદીને લગતી ધમકીઓ મળ્યા બાદ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. આ સિવાય સાયબર ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે પોલીસે મોબાઈલ નંબર અને યુઝર આઈડીને ટ્રેક કરવાનું શરૂ કરી દીધું છે જ્યાંથી આ કોલ આવ્યો હતો. પોલીસ ટીમ એલર્ટ મોડ પર છે અને ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે જે પણ દોષિત હશે તેને જલ્દી પકડી લેવામાં આવશે.
એવી આશંકા છે કે મુંબઈ ટ્રાફિક પોલીસને મળેલો આ ધમકીભર્યો કોલ ‘ડી કંપની’નો હોઈ શકે છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે તેમને ઓડિયો ક્લિપ પણ મળી છે.
ઉલ્લેખનીય છે કે, PM મોદીને લઈને મુંબઈ ટ્રાફિક પોલીસને ધમકી મળતા જ તેની માહિતી મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. આ પછી વર્લી પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ મામલામાં સાયબર સેલની પણ મદદ લેવામાં આવી છે.
અહેવાલો અનુસાર, ટ્રાફિક પોલીસને પીએમ મોદીને લઈને ધમકી મળ્યા બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને એલર્ટ પર રાખવામાં આવી છે. આ પાછળ કોનો હાથ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.