આમ આદમી પાર્ટીનો ભરતીમેળો યથાવત વધુ એક દિગ્ગજ વ્યકિત જોડાયા AAPમાં

0
90

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે. જેમાં ભાજપ કોંગ્રેસ અને ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં પ્રવેશત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે જેમાં તમામ સમાજના અગ્રણીઓ રાજ્કીય નેતાઓ, અભિનેતાઓ,અને વિવિધ કલાકારોને એક બાદ એક AAPમાં જોડાઇ રહ્યા છે. ત્યારે વધુ એક મહાનાયક અને ગુજરાત ખલી તરીકે ઓળખાતા રવિ પ્રજાપતિએ નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇશુદાન ગઢવીના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી પરિવાર સાથે AAPમાં જોડાયા છે.

કોણ છે. રવિ પ્રજાપતિ
રવિપ્રજાપતિ એક રેસલર છે અને ગુજરાતના ખલી તરીકે ઓળખાય છે તેમણે બોલિવૂડની ઘણી મુવીઓ રોલ પ્લે કર્યો છે જેમાં કે સલમાન ખાનની ફિલ્મ ‘સુલતાન’ અને આમિર ખાનની ‘દંગલમાં જયાં તેમણે ધણી પ્રશંસા મળી હતી. ગુજરાતના રવિ પ્રજાપતિએ તાજેતરમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં ધૂમ મચાવી હતી. ગુજરાતના પાટણમાં દસમા સુધી અભ્યાસ કર્યા બાદ કુસ્તી તરફ ઝુકાવ હતો. ગુજરાતના આ કુસ્તીબાજો ખલીના પ્રિય શિષ્યોમાં સામેલ છે. દિવસમાં 18 કલાક પ્રેક્ટિસ કરે છે . તેમણે આંતરરાષ્ટ્રીય મેચમાં અમેરિકન રેસલર ક્રિસ મેસરને હરાવ્યો છે.