આમ આદમી પાર્ટી સાથે હવે આખું ગુજરાત જોડાઈ રહ્યું છે: ઈસુદાન ગઢવી

0
108

અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા ને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી સાથે હવે આખું ગુજરાત જોડાઈ રહ્યું છે. ભાજપ સરકાર થી જનતા હવે સંતુષ્ટ નથી, નેતાઓ ઉપર થી જનતા નો વિશ્વાસ ઉઠવા મંડ્યો છે. સૌ કોઈ મોંઘવારી અને બેરોજગારી થી પરેશાન છે. બધી પાર્ટીઓ આવે છે ને ફક્ત વાયદાઓ કરીને જાય છે. પણ દેશમાં એકમાત્ર કેજરીવાલ સરકાર એવી છે જેને કરેલા બધા વાયદા પુરા કર્યા છે અને જનહિત માટે કાર્ય કર્યું છે. આજે ગુજરાતમાં ‘એક મૌકો કેજરીવાલ ને’ મુહિમ ચાલી રહી છે અને ગુજરાતના લોકો તેમાં જોડાઈ રહ્યા છે. ગુજરાતના ઈમાનદાર અને ભણેલા ગણેલા લોકો મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે કેમકે, અરવિંદ કેજરીવાલ એ હંમેશા કામ ની રાજનીતિ કરી છે.

ઈસુદાન ગઢવી એ સમાજ સેવકો નું નામ અને પદવી જણાવતા કહ્યું કે,

1) ચિરાગકુમાર પી. રાજવંશ જે ભારતીય દલિત પેન્થર ઓફ ગુજરાત માં પ્રમુખ ની પદવી પર છે, જેમનું દલિત સમાજમાં ખૂબ મોટું નામ છે, જમણે દલિત સમાજના હિત માટે ઘણા સુકાર્યો કાર્ય છે અને જે પોસ્ટલ વિભાગમાં 2021 સુધી પબ્લિક રિલેશન ઇન્સ્પેક્ટર પણ રહી ચુક્યા છે.
2) બુધારામ થાવર મહેશ્વરી જે નેશનલ ઇન્શોરન્સ કો. લી. માં ક્લાસ-1 ઓફિસર ની પદવી પર છે, જેમનું મહેશ્વરી સમાજમાં ખૂબ ઊંચું નામ છે, જેમને ગાંધીધામ, કચ્છ માં ખૂબ મોટા મોટા કર્યો કાર્ય છે.
3) પ્રતાપસિંહ મંગળસિંહ પરમાર જે 4 વર્ષ ઠાસરા વિધાનસભા યવુા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમખુ રહી ચુક્યા છે, જેમના પિતા કોંગ્રેસમાં વિવિધ પદવી પર રહી ચુક્યા છે અને તાલુકા પંચાયતમાં પણ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. અને તેમણે પોતે પણ NGO દ્વારા જનસેવા ના ઘણા કાર્યો કર્યા છે.
4) પ્રતાપસિંહ સીસોદીયા જે ભાજપમાં દસ વર્ષ સુધી સક્રિય વોલેન્ટિઅર તરીકે કામ કરી ચુક્યા છે.

આ તમામ મહાનુભાવો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઇ રહ્યા છે. કેમકે, આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે જે સૌને સાથે આગળ લઈને ચાલવાનું કાર્ય કરે છે.

આજે મોટી સંખ્યામાં સમાજ સેવકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી સાથે હવે આખું ગુજરાત જોડાઈ રહ્યું છે: ઈસુદાન ગઢવી

સમાજ સેવકો અને વિભિન્ન ગામ ના સરપંચો આમ આદમી પાર્ટી માં જોડાયા: ઈસુદાન ગઢવી

આજે ગુજરાતમાં ‘એક મૌકો કેજરીવાલ ને’ મુહિમ ચાલી રહી છે અને ગુજરાતના લોકો તેમાં ઉત્સાહ ભેર જોડાઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી

’આપ’ એ ગુજરાત માટે સર્વશ્રેષ્ટ વિકલ્પ છે: ઈસુદાન ગઢવી

બધી પાર્ટીઓ આવે છે ને ફક્ત વાયદાઓ કરીને જાય છે. પણ દેશમાં એકમાત્ર કેજરીવાલ સરકાર એવી છે જેને કરેલા બધા વાયદા પુરા કર્યા છે: ઈસુદાન ગઢવી

ઉપર ઉલ્લેખિત તમામ ઈમાનદાર મહાનુભાવો સાથે સમાજ માટે કામ કરતા ડોક્ટરો અને વિભિન્ન ગામ ના સરપંચો જેમને હંમેશા સામાન્ય જનતા માટે પગલાં ભર્યા છે તે મોટી સંખ્યા માં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. ઈસુદાન ગઢવી એ તેમનું નામ જણાવતા કહ્યું કે,

1) ડૉક્ટર ડાયાભાઇ પરમાર જે વિધાનસભામાં સેકશન ઓફિસર ની પદવી પર રહી ચુક્યા છે.
2) ડૉક્ટર દશરથભાઈ નારાયણદાસ પટેલ જે સરકારી આરોગ્ય કેન્દ્રો માં આંખ ના સર્જન છે.
3) બાબરભાઈ (સરપંચ-લખાણના મુવાડા),
4) વસંતભાઈ આદરભાઈ પટેલ (સરપંચ-સંસ્કારી ગામ),
5) ગજેન્દ્રસિંહ (ઉપસરપંચ-બાવડા નિવારી)
6) વિક્રમભાઈ માશભાઇ રબારી (સરપંચ-બારીયા)

અને બીજા વિભિન્ન ક્ષેત્રો થી તેમના અન્ય સાથી મિત્રો ‘આપ’ માં જોડાયા છે જેમકે,

1) રમીલાબેન ચિરાગકુમાર રાજવંશ (પૂર્વ TDO)
2) અશ્વિનભાઈ ડોડીયા (સુભાષબ્રિજ)
3) મનુભાઈ દુલેરા (વેજલપુર)
4) એમ. કે. ચૌહાણ (દાણીલીમડા)
5) ગીરધરભાઇ એસ. પરમાર (ચાંદખેડા)

આ સૌ સાથે આમ આદમી પાર્ટી ની વિચારધારા ને ગુજરાતના દરેક ઘર સુધી પહોંચાડવા અમે સાથે મળીને પ્રયત્નો કરશું. અને ભ્રષ્ટાચારી, પપેરફોડ ભાજપ સરકાર ને જવાબ આપશું.

ત્યારબાદ દરેક મહાનુભાવો ને સન્માન પૂર્વક ટોપી અને ખેસ પહેરાવીને સંપૂર્ણ હૃદય થી ઈસુદાન ગઢવી એ આમ આદમી પાર્ટી માં સ્વાગત કર્યું.

ચિરાગકુમાર પી. રાજવંશ એ આમ આદમી પાર્ટીમાં જોડાતા મીડિયા ને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી એ આમ જનતા માટેની પાર્ટી છે. આજ સુધી આમ આદમી પાર્ટી એ દિલ્હી માં જેટલા પણ વાયદા કર્યા છે તે પુરા કર્યા છે અને પંજાબ માં પણ સરકાર બનતા જ 80 ટકા સુધી વાયદાઓ પુરા કરી ચુકી છે. અને હવે ગુજરાતનો વારો છે. ગુજરાતની જનતા પણ હવે જુમલા બાજ સરકાર થી ત્રાસી ગઈ છે. સુશાસન સ્થાપિત કરવા ગુજરાતની જનતા પણ હવે કટિબદ્ધ છે. એટલે અમે આનંદ અનુભવીએ છીએ કે અમે એ પાર્ટી સાથે જોડાયા છીએ જે લોકોનું કામ કરવા કટિબદ્ધ છે અને અહીંયા સૌ કોઈ કાર્યકર્તાની જેમ લોકો માટે કામ કરે છે. અને હવે ગુજરાતમાં જે સરકાર બનશે એ આમ આદમી પાર્ટી ની જ સરકાર બનશે. ગુજરાતની જનતા ઘણી બધી સમસ્યાઓ થી સંકળાયેલી છે પરંતુ હવે ગુજરાતની જનતા પાસે આમ આદમી પાર્ટી ના રૂપે એક સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે જે તેમની દરેક સમસ્યાનું સમાધાન લાવશે. અમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને ગૌરવ અનુભવીએ છીએ અને તે બદલ હું ઈસુદાન ગઢવી અને ‘આપ’ના નેશનલ કનવીનર અરવિંદ કેજરીવાલ નો ખુબ ખુબ આભાર માનું છું.

બી.ટી. મહેશ્વરી એ ‘આપ’ માં જોડાતા મીડિયા ને સંબોધતા કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે મારા પહેલા રાજકીય કાર્ય માં મને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો મોકો મળ્યો છે અને તે બાદલ હું ઈસુદાન ગઢવી અને ‘આપ’ના નેશનલ કનવીનર અરવિંદ કેજરીવાલનો આભારી છું. કચ્છ માં જનતા ને ઘણી બધી સમસ્યાઓ છે પરંતુ ભાજપ સરકાર તેનો ઉકેલ લાવવામાં હંમેશા નિષ્ફળ રહી છે. આમ આદમી પાર્ટી ની જે વિચારધારા છે કે નાનામાં નાનું વ્યક્તિ પણ અમારા સુધી પહોંચી શકે અને આગળ આવી શકે, તેનું હું સન્માન કરું છું. અમે આમ આદમી પાર્ટી સાથે મળીને લોકકલ્યાણ માટે કાર્ય કરશું અને ભવિષ્ય માં કચ્છની છ એ છ સીટ આમ આદમી પાર્ટી ને જ મળશે એ હું આશ્વાસન આપું છું.