આજે કિશનસિંહનો વારો આવ્યો છે કાલે તમારો વારો આવશે: ઈસુદાન ગઢવી

0
60

ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સાથેનો એક ફોટો શેર કર્યો અને એના માટે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવનાર સી.આર.પાટીલે તેમને સસ્પેન્ડ કરી દીધા: ઈસુદાન ગઢવી

ગુજરાતના લોકોએ ગુજરાત વિરોધી માનસિકતા ધરાવનાર સી.આર.પાટીલ વિરુદ્ધ એક થવું જોઈએ: ઈસુદાન ગઢવી

કિશનસિંહ સોલંકીએ વર્ષો સુધી ભાજપ માટે દિવસ રાત કામ કર્યું આજે એમની શું વેલ્યુ કરી એ બધાએ જોયું: ઈસુદાન ગઢવી

જો ગુજરાત વિરોધી માનસિકતા ધરાવનાર સી.આર.પાટીલ ભાજપના નેતાઓને આ રીતે કાઢી મૂકે છે તો સામાન્ય લોકોની હાલત શું થાય?: ઈસુદાન ગઢવી

ભાજપના બીજા નેતાઓને પણ મારી વિનંતી છે કે તમે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવનાર સી.આર.પાટીલની ચાલને તમે સમજો: ઈસુદાન ગઢવી

કાર્યકર્તાઓને નાની નાની વાતો પર સસ્પેન્ડ કરવા અને અપમાન કરવું આ કયા પ્રકારની તાનાશાહી છે?: ઈસુદાન ગઢવી

આની પહેલા પણ સી.આર.પાટીલની ગુજરાતી વિરોધી માનસિકતા આપણે ઘણી વખત જોઈ ચુક્યા છીએ: ઈસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી જણાવ્યું કે ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સાથેનો એક ફોટો શેર કર્યો અને એના માટે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવનાર સી.આર.પાટીલે કિશનસિંહ સોલંકીને સસ્પેન્ડ કરી દીધા. કિશનસિંહ સોલંકીએ વર્ષો સુધી ભાજપ માટે દિવસ રાત કામ કર્યું આજે એમની શું વેલ્યુ કરી એ બધાએ જોયું. ગુજરાતની જનતાને કહેવા માગું છું કે જો ગુજરાત વિરોધી માનસિકતા ધરાવનાર સી.આર.પાટીલ ભાજપના નેતાઓને આ રીતે કાઢી મૂકે છે તો તમારા અને મારા જેવા સામાન્ય લોકોની હાલત શું થાય એ વિચારવા જેવી બાબત છે.

ભાજપના બીજા નેતાઓને પણ મારી વિનંતી છે કે હજુ પણ સમય છે તો તમે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવનાર સી.આર. પાટીલની ચાલને તમે સમજો. આજે કિશનસિંહનો વારો આવ્યો છે કાલે તમારો વારો આવશે. જે લોકોને ટિકિટ જોઈતી હશે અને પદ જોઈતા હશે એ લોકો અત્યારે પાટીલજી પાટીલજી કરતા હશે. પણ આજે આપણે જોઈ રહ્યા છે કે જે લોકો ખંતથી ભાજપ માટે કામ કરતા હતા, એ લોકોની આજે કેવી દશા થઈ રહી છે. કાર્યકર્તાઓને નાની નાની વાતો પર સસ્પેન્ડ કરવા અને અપમાન કરવું આ કયા પ્રકારની તાનાશાહી છે?

થોડા દિવસ પહેલા સુરતના કારખાનામાંથી એક વેપારીએ કામદારોને કાઢવાની વાત કરી હતી એમનું સી.આર.પાટીલે સન્માન કર્યું હતું. આજે તેઓ નોકરી લઈ લેશે અને કાલે સી.આર.પાટીલ તમને અને મને ગુજરાતમાંથી કાઢી મુકશે. તો ગુજરાતના લોકોએ એક થવું જોઈએ. ભાજપના લોકોને પણ કહેવા માંગુ છે કે પાર્ટી અને પક્ષ પછી આવશે પણ સૌથી પહેલા આપણે સૌએ ગુજરાતના ભલા માટે ગુજરાતી બનવું પડશે. અત્યારે જે થઈ રહ્યું છે એ ગુજરાતની સંસ્કૃતિને શોભે તેવું નથી. ગુજરાતમાં તો કોઈપણ પક્ષનું હોય કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે કે કોઈનો જન્મ દિવસ હોય તો આપણે હરખથી એકબીજાના ત્યાં જઈએ છીએ, એવી ગુજરાતની સંસ્કૃતિ છે. આની પહેલા પણ સી.આર.પાટીલની ગુજરાતી વિરોધી માનસિકતા આપણે ઘણી વખત જોઈ ચુક્યા છીએ. તો હું દરેક ગુજરાતીઓને એટલું જ કહીશ કે હવે જાગો અને બીજા 10 લોકોને જગાઓ.