પાટણ ના રાજપુર ગામે બ્રહ્માણી માતાજી ની ટોપલા ઉજાણી યોજાઇ

0
72

પાટણ ના રાજપુર ગામે બ્રહ્માણી માતાજી ની ટોપલા ઉજાણી યોજાઇ હતી
પાટણ ના રાજપુર ગ્રામજ નો દ્વારા બ્રહ્માણી માતાજી ની ટોપલા ઉજાણી યોજાઈ હતી અને ગામ ની સુખ શાંતિ અને સમૃધ્ધિ માટે ગામ પાદરે તોરણ બાંધી દૂધ ની ધારવણી કરી ગામ ને સુરક્ષા કવચ માટે સુતાર ના ધાગા ગામ ફરતે બાધવા માં આવ્યા હતા. પાટણ ચાણસ્મા રોડ પર આવેલ રાજપુર ગામ માં આવેલ બ્રહ્માણી માતાજી ના મંદિર પરિસર માં ભાદરવા સુદ ચૌદશ ની સાંજે માતાજી ની ટોપલા ઉજાણી યોજાઈ હતી .જેમાં ગામ માં રહેતા તમામ લોકો ના ઘરે મહિલા ઓ ખીચડી લાડવા અને ઘી ટોપલા માં મૂકી એકઠા થઈ ઢોલ ના તાલે વાજતે ગાજતે માથા પર ટોપલા લઈ માતાજી ના મંદિરે પહોંચી નિવેધ કરી પ્રસાદ નું વિતરણ કરી ધન્યતા અનુભવી હતી . ગામ દેવી દેવતાઓ ના આશીર્વાદ રુપે દુધ ની ધારવણી સાથે સુતર ના ધાગા થી ગામ ફરતે સુરક્ષા કવચ બાધવા મા આવી હતી.ગામા પાદેર મેળા નો માહોલ જામ્યો હતો.