કલોલ બોરિસ બ્રિજ પાસે અજાણ્યા વાહનચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા કરૂણ મોત

0
79

રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓ દિનપ્રિતદિન વધારો થઇ રહ્યો છે. ભારે વાહનચાલકો હાઇવે પર બેફામ ગતિએ વાહનો હંકારી નાના વાહનોને અડફેટે લેતા હોય છે જેને લઇ કેટલાક નિર્દોષ વાહનચાલકોને જીવ ગુમાવાનો વારો આવે છે જો કે અકસ્માતના હજુ પણ અટકવાના નામ નથી લઇ રહ્યાો વધુ વચ્ચે વધુ એક હિટ એન્ડ રનની ઘટના ગાંધીનગરથી સામે આવી છે જેમાં અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકોનો ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યો હતો.

મળતી માહિતી અનુસાર ગાંધીનગરના કલોલ બોરિસ બ્રિજ પરથી સવારના સમયે યુવાના બાઇક લઇને પુરઝડપે પસાર થઇ રહ્યો તે દરમિયાન પાછળથી પણ ઝડપભેર આવી રહેલા વાહન ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહનને બાઇકને જોરદાર ટકકર મારી હતી જેને લઇ બાઇક ચાલક દુર સુધી ફંગોળાયો હતો જયાં જમીન પટકાતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યો હતો ઘટનાને પગલે હાઇવે પર ભારે ચક્કાજામના દશ્ય સર્જાયા હતા ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને કબ્જે કરી પી એમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને અજાણ્યા વાહનચાલક વિરુદ્ર ગુંનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

જાહેર જનતાને પણ અપીલ છે કે હાઇવે પર વાહનચલાવતા સમયે સર્તકતા દાખલી જોઇએ મોટા વાહનોથી દુર અને નિંયત્રિત કરી શકે તે ગતિમાં વાહન હંકારવા જોઇએ