ટીઆરપી રિપોર્ટ: અનુપમા નંબર 1, તારક મહેતાએ લગાવી લાંબી છલાંગ, તુલસી થઈ ફેલ
ટીઆરપીના 32મા અઠવાડિયાનો રિપોર્ટ જાહેર થઈ ચૂક્યો છે અને આ વખતે પણ દર્શકો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી. દર અઠવાડિયેની જેમ, આ વખતે પણ ચાહકોને આતુરતાપૂર્વક રાહ હતી કે તેમનો મનપસંદ શો કયા ક્રમાંક પર પહોંચ્યો છે.
નંબર 1 પર યથાવત અનુપમા
રૂપાલી ગાંગુલી સ્ટારર અનુપમાએ ફરી એકવાર બાજી મારી છે. શોમાં સતત આવતા ટ્વિસ્ટ અને ઇમોશનલ ડ્રામાને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ જ કારણ છે કે 2.2 મિલિયન ઇમ્પ્રેશન સાથે તેણે પહેલા ક્રમાંક પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે.

બીજા નંબર પર છલાંગ લગાવીને પહોંચ્યો તારક મહેતા
ગયા અઠવાડિયે બીજા નંબર પર ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ હતો, પરંતુ આ વખતે તેને પાછળ છોડીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ લાંબી છલાંગ લગાવી છે. શોએ 2.0 મિલિયન ઇમ્પ્રેશન મેળવ્યા અને સીધો બીજા નંબર પર પહોંચી ગયો.
ત્રીજા નંબર પર યે રિશ્તા ક્યા કહલાતા હૈ
યે રિશ્તા ક્યા કહલાતા હૈ 1.9 મિલિયન ઇમ્પ્રેશન સાથે આ વખતે ત્રીજા ક્રમાંક પર ખસી ગયો છે. જોકે, શોની ફેન ફોલોઇંગ હજુ પણ જોરદાર છે, પરંતુ અન્ય શોઝની ઝડપે તેને થોડો નીચે ધકેલી દીધો છે.
View this post on Instagram
ચોથા નંબર પર તુલસી એટલે કે ક્યૂંકી સાસ ભી કભી બહુ થી
સ્મૃતિ ઇરાનીનો આઇકોનિક શો ક્યૂંકી સાસ ભી કભી બહુ થીએ પહેલા અઠવાડિયામાં ધૂમ મચાવી દીધી હતી અને સીધો નંબર 1 પર પહોંચી ગયો હતો. પરંતુ હવે તેની ટીઆરપી સતત ઘટી રહી છે. આ વખતે શોએ માત્ર 1.8 મિલિયન ઇમ્પ્રેશન મેળવ્યા અને ચોથા નંબર પર સીમિત થઈ ગયો.
ટોપ 10માં બાકીના શોઝ
પાંચમા નંબર પર આ વખતે પણ ઉડને કી આશાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું. આ ઉપરાંત, છઠ્ઠા નંબર પર તુમ સે તુમ તક, સાતમા અને આઠમા નંબર પર મંગલ લક્ષ્મી (બંને અલગ ટ્રેક), નવમા પર આરતી અંજલી અવસ્થી અને દસમા નંબર પર શિવશક્તિ તપ ત્યાગ ઔર તાંડવે જગ્યા બનાવી.

