લ્યો બોલો ૫૫ % લોકોને સૈન્ય શાસનમાં ભરોસો..

 

અમદાવાદ : લોકો વડે ચાલતી લોકશાહી વ્યવસ્થામાં લોકો સર્વોપરી હોય છે. અને સમય મળે કે તક મળે લોકો એમનો મનમાફિક મત રજુ કરતા હોય છે. આ જ ખાસિયત છે લોકશાહીની  કે જે કેટલીક વાર ના ધારેલા પરિણામો કે અભિપ્રાયો વખતોવખત આપતા હોય છે. અને હાલ માં જ લોકો નો આવો જ રીસ્પોન્સ પ્યુ રીસર્ચ સેન્ટરના સર્વેક્ષણમાં સામે આવ્યો . ત્યારે આ સર્વેના તારણો મુજબ પોતાના મજબુત લોકતાન્ત્રિક મુલ્યો માટે જાણીતા ભારત માં હાલના તબક્કે ૮૫ % લોકો પોતાની ચૂંટાયેલી સરકાર પર  અને તેના નિર્ણયો પર વિશ્વાસ ધરાવે છે.

છે ને, ચોંકી જવાય એવી વાત? કેમ કે, પાછલા નવેમ્બર થી સરકારની બદલાયેલ નવી આર્થિક નીતિઓ બાદ લોકો સરકારના મોટાભાગના દરેક નિર્ણયથી પરેશાન છે. નોટબંધી પછી આઈટી વિભાગનો સપાટો, લોકોને બિન જરૂરી નોટીસો, બેન્કોની ગેરરીતિઓ થી લઈને અનેક મુદ્દે લોકો હેરાન પરેશાન થયા. અને બધું શાંત થાય એ પહેલા swainflu નો કહેર, એ શમે તે પહેલા ભારે વરસાદે મચાવેલ તબાહી અને આખિર માં જીએસટી આમ પબ્લિક સાથે એક પછી એક તાનાશાહ પગલાંઓ એ લોકોને પારાવાર ત્રાસ અને તકલીફો આપી.

તો બીજી તરફ સરહદે પણ પાકિસ્તાન સામેની સર્જીકલ સ્ટ્રાઈક બાદ રોજ રોજ નાના નાના છમકલામાં રોજ રોજ ભારતના જવાનો મારી રહ્યા છે. જો કે, ચાઈનાના ડોક્લામ મામલે ભારતે અપનાવેલ મજબુત રુખ બાદ ચાઈનાએ કરેલ પીછેહઠથી ભારતીયો જરૂર ગર્વ લઇ શક્યા છે. પરંતુ ચાઈનાને એમ સહજતાથી લેવાય એમ નથી. . સરહદ મામલે હજુ ભારતે ઘણી લાંબી મજલ કાપવાની છે.કે આવી સમસ્યાઓનો સામનો કરતા રહેવાની તૈયારી રાખવાની છે.

અને અનેક સમસ્યાઓથી પીડાતા લોકો માટે આટલું પુરતું નથી. મોંઘવારી પણ એની ચરમ સીમા પર છે. ટામેટા થી લઇ ડુંગળી ગમે ત્યારે મોંઘા થાય છે. ત્યારે કહેવાનો સ્પસ્ટ આશય છે કે, લોકોની હાલત ધોબીના કુત્તા જેવી હોય છે કે જે ના ઘરનો હોય કે બહાર નો. જો કે આ તો એક ચર્ચા છે. બાકી અસલમાં લોકોનો મિજાજ આ સર્વેમાં કૈક અલગ જોવા મળ્યો છે.

આ સર્વેમાં ભારતીય  અર્થવ્યવસ્થા પર પણ રીપોર્ટ તૈયાર કરવામાં આવી હતી. આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં અર્થવ્યસ્થા  ૨૦૧૨ થી ૬.૯ % ના દર થી વધી રહી છે. અને હાલ ૮૫ % લોકો પોતાની સરકારમાં વિશ્વાસ રાખે છે. સર્વે મુજબ ૨૬ % લોકો એ જણાવ્યું કે, દેશ માટે તેવી શાસન વ્યસ્થા સારી ગણાશે કે જેમાં મજબુત નેતા સંસદ કે અદાલતોની દખલ વિના ફેસલાઓ લઇ શકે.

તેવામાં ચોકાવનારી બાબત તે છે કે, આ સર્વેમાં ૫૩ % ભારતીય અને ૫૨ % દ.આફ્રિકી લોકો એ પોતાના દેશ માટે સૈન્ય શાસનને બહેતર ગણાવ્યું. જો કે, આ દેશના વડીલો કે વૃદ્ધો આ બાબત સાથે સંમત નોતા. કેમ કે, તેમણે લોકતંત્ર માટે નો લોહિયાળ સંઘર્ષ જોયેલો છે. પરંતુ કદાચ એ ૫૫ % લોકો લો અને કાયદાના શાસનના અમલ માટે સૈન્ય શાસન ને વધુ યોગ્ય માનતા હશે. ત્યારે લોકોનું આવું માનવું એ પણ એક વિપરીત અને આસ્ચર્ય્જનક બાબત છે.

 રીના બ્રહ્મભટ દ્વારા

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com